આજના સમયમાં જ્યાં લગભગ દરેક વસ્તુ ડિઝીટલ પેમેન્ટ દ્વારા થઇ રહી છે, એવામાં ઘણાં લોકો હવે કેશમાં લેવડ દેવડ કરવા ઇચ્છે છે. ભલે ઘરનો ખર્ચ હોય, કોઇ ગિફ્ટ આપવી હોય કે બિઝનેસનુ કામ હોય. પરંતુ શું તમે જાણો છો કે ઇન્કમ ટેક્સ વિભાગે એક દિવસમાં કેશ ટ્રાન્ઝેક્શન લિમિટ હવે નક્કી કરી દીધી છે. જો તમે તે લિમિટ તોડી તો સીધી ટેક્સ નોટિસ આવી શકે છે અને સાથે જ ભારે દંડ પણ ભરવો પડી શકે છે.


કેશ ટ્રાન્ઝેક્શન પર ઇન્કમ ટેક્સ વિભાગ કડક

ભારત સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગ હવે કેશ ટ્રાન્ઝેક્શન પર કડક નજર રાખી રહ્યા છે. તેનો હેતુ કાળા નાણાં (Black Money) અને ટેક્સ ચોરી રોકવાનો છે. ઘણીવાર લોકો અજાણતા મોટી રકમ કેશમાં કાઢી લે છે અથવા જમા કરે છે, જે ટેક્સના નિયમોનું ઉલ્લંઘન સાબિત થઈ શકે છે. તેથી આ જાણવું ખૂબ જ જરૂરી છે કે એક દિવસમાં કાયદેસર રીતે કેટલી કેશ લેવડદેવડ કરી શકાય છે.

આવકવેરા અધિનિયમની કલમ 269ST શું કહે છે?

ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 269 ST મુજબ, કોઈપણ વ્યક્તિ એક દિવસમાં ફક્ત ₹2 લાખ સુધીનું જ કેશ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેનો અર્થ એ છે કે જો તમે કોઈ એક વ્યક્તિ પાસેથી એક દિવસમાં ₹2 લાખથી વધુ કેશ લો છો અથવા આપો છો, તો તે સીધું નિયમોનું ઉલ્લંઘન ગણાશે. આ નિયમ દરેક પ્રકારના ટ્રાન્ઝેક્શન પર લાગુ પડે છે. ભલે તે ગિફ્ટ (Gift) હોય, લોન (Loan) હોય કે બિઝનેસ પેમેન્ટ (Business Payment). ઉદાહરણ તરીકે, જો તમે કોઈને ₹2 લાખ કેશમાં આપો છો અથવા લો છો, તો ઇન્કમ ટેક્સ વિભાગ આ પર નજર રાખી શકે છે અને તમને નોટિસ મોકલી શકે છે.

લિમિટ તોડવા પર કેટલો દંડ લાગશે?

જો તમે આ નિયમનું ઉલ્લંઘન કરો છો, તો ઇન્કમ ટેક્સ વિભાગ એટલી જ રકમનો દંડ લગાવી શકે છે જેટલી રકમ તમે કેશમાં લીધી છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ પાસેથી ₹2.5 લાખ કેશમાં લીધા છે, તો તમને ₹2.5 લાખનો દંડ ભરવો પડી શકે છે. આ દંડ Income Tax Actની કલમ 271DA હેઠળ લગાવવામાં આવે છે. આ દંડ લેનાર વ્યક્તિ પર લાગે છે, આપનાર પર નહીં.


  • Follow us on: