ભારતીય રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ ધારકોને આપી છે મોટી રાહત. હવે ગ્રાહકોની સ્પષ્ટ સહમતિ વગર ક્રોડિટ કાર્ડ પર ઓવરલિમિટ એક્ટિવ નહીં થઈ શકે. જ્યારે કોઈ વ્યક્તિ તેના ક્રેડિટ કાર્ડની લિમિટથી ઉપર ખર્ચ કરે ત્યારે બેંક પાસેથઈ તેનો મસમોટો ચાર્જ વસુલવામાં આવે છે. જેનાથી કસ્ટમરનું મંથલી બજેટ ખોરવાઈ જતું હોય છે.


RBI એ બદલ્યો ઓવરલિમિટનો નિયમ

હવે બેંક કસ્ટમર આ નાણાકીય જાળમાં નહીં ફસાય. RBIએ આવા તમામ ચાર્જ પર લગામ લગાવવા માટે એક કડક ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. પહેલા એવું થતું હતું બેંક કે NBFC પોતાના ક્રેડિટ કાર્ડમાં કસ્ટમર જાણ કર્યા વિના ઓવરલિમિટની સુવિધા ચાલુ કરી દેતા હતા. જેનાથી કસ્ટમરની ખર્ચની લિમિટ તૂટી જતી હતી અને સાથે જ તેના પર બેંક એક્સટ્રા ચાર્જ પણ વસુલતી હતી. પરંતુ હવે ઓવરલિમિટની સુવિધા ચાલુ કરતા પહેલા બેંક કે NBFCએ કસ્ટમરની પરમિશન લેવી પડશે. જેથી કસ્ટમર પણ પોતાના ખર્ચને કંટ્રોલ બહાર જતા રોકી શકશે.

બેકિંગ પ્રણાલી બનશે મજબૂત અને પારદર્શક

સૌથી મોટી રાહત એ છે કે જો ટેક્નિકલ કારણોસર કસ્ટમર ભૂલથી ટ્રાન્ઝેક્શનની લિમિટ ક્રોસ કરી દે છે તો તેની પાસેથી ઓવરલિમિટનો ચાર્જ નહીં વસૂલાય. RBI એ સૂચન કર્યું છે કે નાણાંકીય સંસ્થાઓ મોબાીલ બેંકિગ કે ઈનિટરનેટ બેંકિગમાં એક ટ્રાન્ઝેક્શન કંટ્રોલનું ફીચર આપે. આરબીઆઈનો આ નિર્ણય ગ્રાહકને વધુ સશક્ત કરે છે અને બેકિંગ પ્રણાલીને વધુ નજબૂત અને પારદર્શક બનાવે છે..


આ પણ વાંચો : Gujarat Latest News Live : સુરતમાં ટ્રાફિકના નિયમના ભંગને લઈ કાર્યવાહી, 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ખાસ ડ્રાઈવ યોજાઈ

  • Follow us on: