ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક એચડીએફસી બેન્કને લઈને મહત્વપૂર્ણ અને કડક પગલું લીધું છે. આરબીઆઈએ બેન્કના બોર્ડને નિર્દેશ આપ્યો છે કે તેઓ આગામી ચેરમેનની નિયુક્તિ પ્રક્રિયાને તાત્કાલિક ફાસ્ટ-ટ્રેક કરવામાં આવે. મળતી માહિતી મુજબ રિઝર્વ બેન્ક ઈચ્છે છે કે દેશની ટોચની પ્રાઈવેટ બેન્કના નેતૃત્વમાં કોઈ વિલંબ અથવા અનિશ્ચિતતા ન રહે.
રોકાણકારો અને બજારના વિશ્વાસ પર કોઈ અસર ન પડે
આરબીઆઈ છેલ્લા કેટલાક સમયથી બેન્કિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ ગવર્નન્સ અને સુક્સેશન પ્લાનિંગને લઈને વધુ કડક વલણ અપનાવી રહી છે. નિયમનકારનું માનવું છે કે એચડીએફસી બેન્ક જેવી સિસ્ટમટીકલી મહત્વપૂર્ણ બેન્કમાં ટોચના પદ પર બદલાવની પ્રક્રિયા સંપૂર્ણ રીતે સુચારૂ હોવી જોઈએ, જેથી રોકાણકારો અને બજારના વિશ્વાસ પર કોઈ અસર ન પડે.
નવા ચેરમેનને શોધવાની પ્રક્રિયાને ઝડપી બનાવાશે
નિર્દેશ મુજબ, બેન્કની નૉમિનેશન અને રેમ્યુનરેશન કમિટી (NRC) હવે નવા ચેરમેનની શોધ પ્રક્રિયાને ઝડપી બનાવશે. તેને ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ અને બેઠકઓની ગતિ વધારવાની રહેશે, જેથી યોગ્ય નામ સમયસર આરબીઆઈને મોકલી શકાય. એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જર બાદ બેંકનું કદ નોંધપાત્ર રીતે વધ્યું છે. આવા સમયમાં નવા ચેરમેન પર બેન્કને વૈશ્વિક સ્તરે આગળ લઈ જવાની અને નાણાકીય સ્થિરતા જાળવવાની મોટી જવાબદારી રહેશે.
ઉમેદવારોી યાદી આરબીઆઈને મંજૂર માટે મોકલાશે
બજાર વિશ્લેષકોનું માનવું છે કે મજબૂત અને અનુભવી ચેરમેનની નિમણૂકથી બેન્કના શેરોને સકારાત્મક સપોર્ટ મળી શકે છે. આગામી કેટલાક અઠવાડિયામાં બોર્ડ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને અંતિમ મંજૂરી માટે આરબીઆઈને મોકલી શકે છે. આરબીઆઈના આ પગલાથી સ્પષ્ટ થાય છે કે દેશની મહત્વપૂર્ણ બેન્કોમાં નેતૃત્વ પરિવર્તન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ઢીલ હવે સહન કરવામાં નહીં આવે.
આ પણ વાંચો : Mukesh Ambani દેશનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં, 19 જૂને થઈ શકે છે જાહેરાત