રોકાણકારો શેરબજારમાં તગડા પૈસા કમાવવા માટે આવે છે. જો કે ક્યારેક ક્યારેક એક શેરમાં મોટું રોકાણ કરી દેતા હોય છે અને આશા રાખે છે કે ક્યારેક 100 રૂપિયાથી ઓછી રકમનો શેર ભવિષ્યમાં 3-4 ગણો નફો આપી શકે છે પણ આ ચિત્ર કોઈ વખત ઊલટું જોવા મળે છે અને રોકાણકારની રોકાણની રકમ સાફ થઈ જાય છે.
રોકાણકારોની રકમ સાફ થઈ ગઈ
આજે આપણે એવા જ એક શેર વિશે વાત કરીશું, જેને રોકાણકારોને રડાવ્યા છે. આ શેરનું નામ Vantage Knowledge Academy છે, જેને આ વર્ષમાં રોકાણકારોની રકમ સાફ કરી દીધી છે. 10 જાન્યુઆરી 2025એ આ શેર 76 રૂપિયા પર વેપાર કરી રહ્યો હતો પણ હવે આ શેરના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, 1 વર્ષની અંદર જ આ શેર 98 ટકા ઘટીને 1.31 રૂપિયા પર આવી ચૂક્યો છે.
વર્ષ દરમિયાન 98 ટકાનો ઘટાડો જોવા મળ્યો
હવે આ શેરનું કોઈ ખરીદનાર જોવા મળી રહ્યું નથી, કારણ કે આ શેર દરરોજ લોઅર સર્કિટ લગાવી રહ્યો છે. સતત ચોથા દિવસે આ સ્ટોકમાં લોઅર સર્કિટ જોવા મળે છે. 5 દિવસમાં જ આ શેર 17 ટકા ઘટી ચૂક્યો છે અને 1 મહિના દરમિયાન આ શેરમાં 33 ટકાનો ઘટાડો આવ્યો છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઘટીને હવે 44.73 કરોડ રૂપિયા પર આવી ચૂક્યું છે. ત્યારે આ શેરના ભાવમાં 6 મહિના દરમિયાન 83 ટકાનો ઘટાડો નોંધાયો છે અને વર્ષ દરમિયાન 98 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ સ્ટોકમાં 5 વર્ષ પહેલા જે લોકોએ રોકાણ કર્યું હશે તો તે રોકાણકાર હાલમાં પણ ફાયદામાં છે, કારણ કે આ શેરમાં 5 વર્ષમાં 191 ટકાનો વધારો જોવા મળ્યો છે.
શું કરે છે કંપની?
આ કંપની એજ્યુકેશનલ અને ટ્રેનિંગ કંપની છે, જે મુખ્ય રીતે ફાયનાન્સ, બેન્કિંગ, એકાઉન્ટ, લો, આઈટી અને સ્કીલ્ડ બેસ્ડ એજ્યુકેશન બેસ્ડ ટ્રેનિંગ સર્વિસ પ્રોવાઈડ કરાવે છે. જો કે કંપનીને પર્યાપ્ત ઓર્ડર ના મળવા અને દેવુ વધવાના કારણે તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ. કંપની હાલમાં ઘણી નાણાકીય સમસ્યાઓ સામે લડી રહી છે અને તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે.
આ પણ વાંચો: Gold vs Copper: રોકાણકારો માટે નવો 'King': સોના-ચાંદી નહીં, હવે તાંબા (Copper)માં કમાણીની તક!