1લી ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થઇ રહ્યું છે. જે વચ્ચે રોકાણકારો સતર્ક વલણ દાખવી રહ્યા છે. શેરબજારમાં કડાકો નોંધાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં 12.21 કલાકે સેન્સેક્સ −1,087.70 પોઇન્ટના ઘટાડા સાથે 81,478.67 અંકે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી−372.25 પોઇન્ટના ઘટાડા સાથે 25,046.65 અઁકે ટ્રેડ કરી રહ્યો છે. ત્યારબાદ 12.27 કલાકે સેન્સેક્સ 1109 પોઇન્ટ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી 426.40 પોઇન્ટના ઘટાડા સાથે 24,992.50 અંકે ટ્રેડ કરી રહ્યો છે.
બજેટ બાદ શેરબજાર ધડામ
એક એક મિનિટમાં શેરબજારમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. 1000થી શરૂ થઇને હાલમાં જો વાત કરીએ તો, બપોરે 12.32 કલાકે સેન્સેક્સ 2500 પોઇન્ટનો કડાકો બોલાયો છે. બજેટમાં F&O રોકાણો પર STT વધારવામાં આવ્યો છે. તે પાછલા બજેટમાં પણ વધારવામાં આવ્યો હતો. આ વખતે, તે 0.1% થી વધારીને 0.15% કરવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ, શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
12.35 કલાકે 1680 પોઇન્ટનો કડાકો
જો કે 12.35 કલાકે શેરબજાર 1600 પોઇન્ટના ઘટાડા પર પહોંચ્યુ હતું. સેન્સેક્સમાં 1688.41 પોઇન્ટના ઘટાડા સાથે 80,877.96 અંકે જોવા મળ્યો. જ્યારે નિફ્ટી 12.36 કલાકે 563.55 પોઇન્ટના ઘટાડા સાથે 24,855.35 અંકે જોવા મળે છે.
શેરબજારમાં કડાકો કેમ ?
સરકારે ફરી એકવાર ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો કર્યો છે. સરકારે F&O હેઠળ STT દરોમાં પણ વધારો કર્યો છે.
STT એટલે શું ?
શેરબજારમાં કોઈપણ સંપત્તિ ખરીદવા અને વેચવા પર STT ટેક્સ લાગુ પડે છે. STTમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. ગઇ વખતે પણ તેમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વખતે, F&O માં કોઈપણ પ્રીમિયમ ખરીદવા અને વેચવા માટે STT વધારવામાં આવ્યો છે.
વિદેશી રોકાણકારો માટે ખાસ જાહેરાત
બજેટમાં શેરબજાર અંગે ખાસ જાહેરાત કરવામાં આવી છે. PIO ને હવે ભારતીય બજારમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે એટલે કે વિદેશમાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિઓ પણ ભારતીય બજારમાં રોકાણ કરી શકે છે. આ મહત્વપૂર્ણ જાહેરાત બાદ, ભારતમાં વિદેશી રોકાણકારોનો ઉછાળો આવવાની અપેક્ષા છે.
બજાર ખુલતાની સાથે જ, હિન્દુસ્તાન ઝિંકના શેર 10%, હિન્દુસ્તાન કોપરના શેર 18% થી વધુ, હિન્દુસ્તાન એલ્યુમિનિયમના શેર લગભગ 5% અને હિન્ડાલ્કોના શેર 7% ઘટ્યા. જોકે, સંરક્ષણ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. BEL અને ડેટા પેટર્ન જેવા શેર લગભગ 2% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ શેર પણ સુધર્યા છે અને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.