ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ટોક યોજાઇ હતી. આ વર્ચુઅલ બેઠક હતી. પણ કોઇ પરિણામ સામે આવ્યુ ન હતુ. હવે બન્ને દેશ વચ્ચે પરિસ્થિતિ થાળે પડી રહી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે, દિલ્હીમાં યોજાનાર બેઠક ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂતી આપી શકે છે.
ભારત અને અમેરિકાની ટ્રેડ ટોક
ભારત અને અમેરિકાના સંબંધોમાં જે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. તે બન્ને દેશ માટે નુકસાનકારક છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્ર્મ્પના બદલાયેલા અંદાજને જોતા હવે વેપાર માર્ગે સંબંધો મજબૂત થઇ શકવાની શક્યતા દેખાઇ રહી છે. કારણ કે દિલ્હીમાં ભારત અને અમેરિકાની ટ્રેડ ટોક યોજાવા જઇ રહી છે. અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યુ છે. આ વખતની વાતચીત એટલા માટે ખાસ છે કારણ કે, અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફ બાદ આ પ્રથમ તબક્કો હશે જ્યારે બન્ને દેશ વચ્ચે વાટાઘાટો થઇ રહી છે.
અમેરિકાનું તાનાશાહી વલણ
ડૉનાલ્ડ ટ્રમ્પે 27 ઓગસ્ટના રોજ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. ભારત અને રશિયા વચ્ચેના વેપારી સંબંધો અને ગાઢ મિત્રતાથી અમેરિકા પરેશાન છે. અમેરિકાએ કહ્યુ હતુ કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે. અને રશિયા ભંડોળનો ઉપયોગ કરીને યૂક્રેન સામે યુદ્ધ માટે કરે છે. આ નિવેદન બાદ અમેરિકા ઇચ્છે છે કે, ભારત રશિયા સાથે તમામ સંબંધો સમાપ્ત કરે અને અમેરિકા સાથે જ વેપાર કરે. રશિયા સાથે બદલો લેવા માટે અમેરિકાએ ભારત પર ટેરિફ બોમ્બ ફેંક્યો છે.
વેપારી મુદાઓ પર ચર્ચા
ભારત સરકારના વાણિજ્ય વુભાગના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે માહિતી આપી હતી કે, બેઠક બીટીએ પર સત્તાવાર વાતચીત માટે નથી. પરંતુ બન્ને દેશ વચ્ચે વેપાર મામલે સંવાદ જરુર કરવામાં આવશે. અમેરિકા તરફથી બ્રેન્ડન લિન્ચ નેતૃત્ત્વ કરશે. જેઓ અગાઉ ભારત માટે અમેરિકી વેપાર પ્રતિનિધિ રહી ચુક્યા છે. ભારત અને અમેરિકા વચ્ચેની વાતચીત દિલ્હીમાં થનાર છે. જે નવો અધ્યાય શરુ કરશે તેવી આશા સૌ કોઇ સેવી રહ્યા છે.













