• 'ભારત ચોખા' માત્ર 29 રૂપિયે કિલો વેચવામાં આવશે
  • આગામી અઠવાડિયેથી 'ભારત ચોખા'નું વેચાણ થશે
  • સરકાર તરફથી જનતાને રાહત આપવા કરાયો પ્રયાસ


સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે સરકાર દ્વારા ‘ભારત ચોખા’ લોન્ચ કરવામાં આવ્યા છે અને તે સામાન્ય લોકોને 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. તેનું વેચાણ આવતા સપ્તાહથી રિટેલ માર્કેટમાં શરૂ થશે. તેમજ વેપારીઓને ચોખાનો સંગ્રહ કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારે કિંમતોને નિયંત્રિત કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે આ પગલાં લીધાં છે

ચોખાના ભાવમાં આવી તેજી

આ દરમ્યાન કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કહ્યું કે જુદા-જુદા પ્રકારની નિકાસ પર પ્રતિબંધ છતા એર વર્ષમાં ચોખાની છૂટક અને જથ્થાબંધ કીંમતોમાં આશરે 15 ટકાનો વધારો થયો છે. તેમને કહ્યું કે કીંમતોને કાબૂમાં લેવા સરકારે બે સહકારી સમિતિઓ નાફેડ અને એનસીસીએફની સાથે કેન્દ્રીય ભંડારથી છૂટક બજાર રાહત આપતા ભારત ચોખાને 29 રૂપિયા પ્રતિ રૂપિયા કિલો પર વેચવાનો નિર્ણય કરાયો છે. ઈ-કોમર્સ પણ 'ભારત રાઈસ' વેચશે.

 'ભારત ચોખા' ક્યાથી ખરીદી શકાશે

મળતી માહિતી અનુસાર ભારત ચોખાને નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડારના રિટેલ આઉટલેટ્સ અને મોબાઈલ વેનના માધ્યમથી વેચાણ કરાશે. ભવિષ્યમાં આ રિટેલ ચેઈન અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મળશે. સરકાર આને મોબાઈલ વેનના માઘ્યમથી પણ વેચાણ કરશે.

પાંચ અને 10 કિલોગ્રામના પૅકેટમાં 'ભારત ચોખા' વેચાશે

આગામી અઠવાડિયાથી 'ભારત રાઈસ'ના પાંચ કિલોગ્રામ અને 10 કિલોગ્રામના પેકેટ વેચાતા થઈ જશે. પ્રથમ તબક્કામાં સરકારે છૂટક બજારમાં વેચાણ માટે પાંચ લાખ ટન ચોખા ફાળવ્યા છે. સરકાર પહેલાથી જ 'ભારત આટા' 27.50 રૂપિયે પ્રતિ કિલોગ્રામ અને 'ભારત દાળ' એટલે કે ચણા 60 રૂપિયે પ્રતિ કિલોના ભાવથી વેચાઈ રહી છે. સરકાર ચોખાની નિકાસ પર પ્રતિબંધ જલ્દી હટાવવાની કોઈ યોજના નથી. કીંમત ઓછી થશે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.


  • Follow us on: