- લગ્નસરા નહીં છતાં સોના-ચાંદીના ભાવમાં સતત વધારો
- રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પો તરફ આગળ વધતા હોવાથી ભાવમાં પરિવર્તન
- બુધવારે સોનામાં 110 રૂપિયાનો વધારો થતા 71220 રૂપિયા થયો
આજે બુધવારે દેશના તમામ શહેરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હોળી-ધૂળેટી પછી સોના-ચાંદીના ભાવમાં સતત તેજી નોંધાઈ રહી છે. જો તમે પણ સોનું-ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યો છે તો વેઈટ એન્ટ વોચની નીતિ અપનાવજો.
24 કેરેટની કિંમતમાં 110 રૂપિયાનો વધારો થયો છે
22 કેરેટ સિવાય જો 24 કેરેટ 10 ગ્રામ શુદ્ધ સોનાની વાત કરીએ તો બુધવારે તેની કિંમત 110 રૂપિયા વધીને 71220 રૂપિયા થઈ ગઈ છે. 9 એપ્રિલે તેની કિંમત 71110 રૂપિયા હતી. વારાણસીના બુલિયન બિઝનેસમેન વિજય તિવારીએ કહ્યું કે એપ્રિલ મહિનામાં સોનાની કિંમતો નવો રેકોર્ડ બનાવી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે ચાંદીમાં હવે સ્થિરતા આવી છે.
ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા
સોના સિવાય ચાંદીની કિંમતની વાત કરીએ તો બુધવારે તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. બજાર ખુલ્યા બાદ ચાંદીનો ભાવ 84500 રૂપિયા હતો. તેની કિંમત 9 એપ્રિલે પણ આ જ હતી. જ્યારે 8 એપ્રિલે તેની કિંમત 83500 રૂપિયા હતી. આ પહેલા 7 અને 6 એપ્રિલે તેની કિંમત 81700 રૂપિયા હતી. જ્યારે 5 એપ્રિલે તેની કિંમત 82000 રૂપિયા હતી. આ પહેલા 4 એપ્રિલે તેની કિંમત 81000 રૂપિયા હતી. જ્યારે 3 એપ્રિલે તેની કિંમત 79000 રૂપિયા હતી.
ગ્લોબલ માર્કેટમાં તેજી
વૈશ્વિક બજારમાં આવેલી તેજીની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. અમેરિકી સોનાનો ભાવ આજે 0.23 ટકાના વધારા સાથે 2,342.80 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. જેથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
સોના-ચાંદીના ભાવ વધવાના કારણો શું છે?
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે તુર્કી, ભારત, ચીન, કઝાકિસ્તાન સહિત ઘણા પૂર્વ યુરોપીય દેશોની કેન્દ્રીય બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. આ સાથે અમેરિકા તરફથી પણ વ્યાજ દરમાં ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે જેના કારણે લોકો મોટાપાયે સોનું ખરીદી રહ્યા છે. આ સિવાય રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે. આ તમામ પરિબળોને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે.
આ સમયે સોનામાં રોકાણ એકદમ સલામત માનવામાં આવે છે. વૈશ્વિક બજારમાં સતત વધઘટ વચ્ચે સોનાને રોકાણનો સુરક્ષિત વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. હાલમાં મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરફ આગળ વધી રહ્યા છે.