• મોંઘવારીની અસર દૂધ પર દેખાઇ
  • અમૂલ, મધર ડેરી બાદ પરાગ ડેરીએ વધાર્યા ભાવ
  • શુક્રવારે સાંજથી લાગુ થશે નવા ભાવ

ચા, કોફી, દૂધ આ બધી એવી વસ્તુ છે જે સવારે ઉઠતા જ જોઇએ. પરંતુ હવે એક ચાની ચૂસકી પણ મોંઘી બની છે. અમૂલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે ત્યારે હવે પરાગ ડેરીએ પણ એક લિટર દૂધના ભાવમાં 2 રૂપિયા ભાવ વધાર્યા છે. ત્યારે આવો જાણીએ દૂધની નવી કિંમત કેટલી હશે.

પરાગ દૂધના ભાવ વધ્યા

હવે પરાગ ટોન દૂધ બજારોમાં 54 રૂપિયાના બદલે 56 રૂપિયામાં મળશે. જ્યારે પરાગ ગોલ્ડ 1 લીટરની કિંમત 66 રૂપિયાથી વધીને 68 રૂપિયા થઈ ગઈ છે. પરાગ ડેરીના જનરલ મેનેજર વિકાસ બાલિયાને જણાવ્યું હતું કે પરાગના બજારોમાં ઉપલબ્ધ 1 લિટર દૂધના પેકના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અડધા લિટરના પેકમાં પણ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પરાગ ગોલ્ડ અડધા લિટરની કિંમત 33 રૂપિયાથી વધીને 34 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય અડધા લિટર પરાગ સ્ટાન્ડર્ડની કિંમત હવે 30 રૂપિયાને બદલે 31 રૂપિયા છે. તેમજ અડધા લિટર ટોન દૂધની કિંમત 27 રૂપિયાને બદલે 28 રૂપિયા થઈ ગઈ છે.

અમૂલ અને મધરડેરીએ કર્યો હતો ભાવ વધારો

પરાગ ડેરીના જનરલ મેનેજરે જણાવ્યું કે 2 જૂને અમૂલ સહિત અન્ય દૂધ ઉત્પાદક કંપનીઓમાં વધારો કરવામાં આવ્યો હતો. ગરમીને કારણે દૂધનું ઉત્પાદન ઘટી રહ્યુ છે. પરાગ રોજના 33 હજાર લિટર દૂધ સપ્લાય કરે છે. ખેડૂતો તરફથી દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેથી કંપનીએ પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

અમૂલે કેટલો કર્યો હતો ભાવ વધારો?

અમૂલના નવા ભાવો અનુસાર અમૂલ ગોલ્ડ અડધો લિટર હવે રૂ. 32 થી વધીને રૂ. 33 થઇ ગયો છે. અમૂલ તાજા 500 ગ્રામની કિંમત 26 રૂપિયાથી વધીને 27 રૂપિયા થઈ ગઈ છે. અમૂલ શક્તિ 500 ml હવે 29 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ગઈ છે. 

  • Follow us on: