- વંદે ભારતની જેમ હવે દેશને વંદે ભારત મેટ્રો અને વંદે ભારત સ્લીપર ટ્રેન મળશે
- 150થી 200 કિલોમીટરના અંતર ધરાવતા શહેરો વચ્ચે વંદે મેટ્રો ચલાવાશે
- વંદે મેટ્રોને લઈ લોકોમાં ખૂબ ઉત્સુકતા છે
દેશના વિકાસ અને અર્થવ્યવસ્થામાં ભારતીય રેલવેનું મોટું યોગદાન છે. ભારતની પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત પછી હવે રેલવે જલ્દી દેશને વંદે મેટ્રોની મોટી ગિફ્ટ આપશે. આજે વંદે મેટ્રો ટ્રેનોની સુવિધા કયા કયા શહેરોને મળશે અને ટ્રેનમાં શું સગવડ હશે તે વિગતવાર જણાવીશું.
વંદે મેટ્રો ટ્રેનની વિશેષતા
મળતી માહિતી અનુસાર, વંદે મેટ્રો ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની એક નાના અંતરની મોર્ડન ફોર્મેટ છે. રેલવે આને આશરે 100-200 કિલોમીટરના અંતરની અંદર આવતા 124 શહેરને જોડવા માટે તૈયાર કરી રહી છે. એટલું જ નહિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જેમ વંદે મેટ્રો ટ્રેન પણ ઓટોમેટેડ છે. આની ખાસિયત છે કે તે વગર લોકોમોટિવ એન્જિનના ટ્રેક પર દોડે છે.
વંદે મેટ્રો ટ્રેનનો દેખાવ અને માળખાગત સુવિધા
વંદે મેટ્રો ટ્રેનનો લૂક અને માળખાગત સુવિધા બીજા લોકલ મેટ્રો ટ્રેનો કરતાં સારો છે. આ ટ્રેનનું ઈન્ટિરિયર હાઈ ક્લાસ સુવિધાઓથી ભરપૂર છે. જેમાં પ્રવાસીઓને બેસવા અને ઊભા રહેવાની ખાસ વ્યવસ્થા રેલવે તરફથી કરવામાં આવી છે. વંદે મેટ્રો ટ્રેનની સ્પીડ બીજી મેન લાઈન ઈએમયુની સરખામણીમાં વધુ છે. જ્યારે આની વધુમાં વધી ઝડપ 130 કિલોમી પ્રતિ કલાકની રહેશે.
વંદે મેટ્રો ટ્રેન એસી કોચથી સજ્જ રહેશે. વંદે મેટ્રો ટ્રેનોમાં ઓટોમેટિક ગેટ, મોબાઈલ ચાર્જિંગ સોકેટ, ડિફ્યૂઝડ લાઈટિંગ હશે. સુરક્ષા માટે ટ્રેનમાં સીસીટીવી કેમેરા લાગેલા હશે. આ ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષા માટે આમાં કવચ ટ્રેન એન્ટિ કોલાઈઝન સિસ્ટમ લાગેલું રહેશે.
આ શહેરોમાંથી વંદે મેટ્રો પસાર થશે
મળતી માહિતી અનુસાર, વંદે મેટ્રો ટ્રેન આશરે 124 શહેરો સાથે જોડાશે. આમાં કેટલીક નક્કી રૂટસમાં લખનઉ-કાનપુર, આગ્રા-મથુરા, દિલ્હી-રેવાડી, ભુવનેશ્વર-બાલાસોર અને ચેન્નઈ સામેલ છે. આ ઉપરાંત બિહારના ભાગલપુરથી પશ્ચિમ બંગાળના હાવડાની વચ્ચે પણ વંદે મેટ્રો ટ્રેન ચાલશે.
વંદે સ્લીપર ટ્રેન
ઉલ્લેખનીય છે કે, લાંબા અંતરની ટ્રાવેલ માટે 700 કિલોમીટર અને એક હજાર કિલોમીટર કરતાં વધુ પ્રવાસ માટે વંદે સ્લીપરની પણ ડિઝાઈન કરવામાં આવી છે. પહેલી ટ્રેન તૈયાર થઈ ગઈ છે. અને તેનું ટેસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે.
દેશમાં દરરોજ 20 હજાર ટ્રેનોનું સંચાલન
દેશના કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલવેમાં કામ કરતા તમામ 12 લાખ રેલવે કર્મચારીઓનો આભાર માન્યો છે. તેમને જણાવ્યું કે રેલવે પરિવારના સભ્યો દિવસ-રાત, ઠંડી-ગરમી અને વરસાદમાં સતત આશરે 20 હજારથી વધુ ટ્રેન ચલાવે છે અને દેશની સેવા કરે છે.