- નિયમો નેવે મુકી વ્યવહાર કરતી બેંકો પ્રત્યે આરબીઆઈ લાલઘૂમ
- ગુજરાતની પાંચ બેંકોને આરબીઆઈએ ફટકાર્યો દંડ
- મનફાવે તેમ લોન અને નાણાની લેણ-દેણ કરતી બેંકો સાણસામાં
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ નિયમોનું પાલન ન કરતી બેંકો સામે લાલ આંખ કરી છે. નિર્દેશો અને નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરતી ગુજરાતની પાંચ સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે. આ બેંકો પર 50 હજારથી લઈ પાંચ લાખ સુધીનો દંડ કર્યો છે. કેન્દ્રીય બેંકે ગુરુવારે આપેલા નિવેદનમાં જણાવ્યું તેમ 13 ડિસેમ્બર 2023ના રોજ ઈશ્યુ આદેશમાં વડોદરાની ભારત સહકારી બેંક પર બેંકમાં રોકડ જમા રાખવા સંબંધિત નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જતા પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.
આરબીઆઈએ જણાવ્યું હતું કે આ પાંચ બેંકોમાંથી દરેક પર નિયમ પ્રમાણે અને ખામીઓ પર આધારિત દંડ કર્યો છે. તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઓર્ડર આપવાનો નથી.













