• સિનિયર સિટીજન્સ માટે સ્વાસ્થ્ય વીમા પરનો GST ઘટાડશે
  • GST દર 18 ટકાથી ઘટાડીને થઈ શકે છે 12 ટકા
  • GST કાઉન્સિલની 52મી બેઠક 7 ઓક્ટોબરના રોજ યોજાશે

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ સિનિયર સિટીજન્સ માટે રાહતના સમાચાર લાવી શકે છે. સિનિયર સિટીજન્સ માટે સ્વાસ્થ્ય વીમા પરનો GST ઘટાડી શકાય છે. નાણા પરની સ્થાયી સમિતિએ આરોગ્ય વીમા પર GST ઘટાડવાની ભલામણ કરી છે. 

ભારત સરકાર દ્વારા તમામ નાગરિકો માટે અનેક યોજનાઓ લાવી છે. જેને લઇ અનેક ફાયદાઓ સરકાર દ્વારા સામાન્ય જનતા મળતા હોય છે. તેવામાં કેન્દ્ર સરકારે સિનિયર સિટીજન્સ માટે અનેક નિર્ણયો લીધા છે. જેના દ્વારા અનેકવાર બેઠકો કરવામાં આવી રહી છે. તેવામાં સિનિયર સિટીજન્સ માટે સ્વાસ્થ્ય વીમા પરનો GST ઘટાડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. GST દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા થઈ શકે છે તેવો અંદાજ પણ લગાવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા પરનો GST ઘટાડી શકાય છે. નાણા પરની સ્થાયી સમિતિએ આરોગ્ય વીમા પર GST ઘટાડવાની ભલામણ કરી છે. GST દર 18% થી ઘટાડી 12% થઈ શકે છે. વીમા કંપનીઓ અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓ GSTમાં કાપ મૂકવા માટે દબાણ કરી રહ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 7 ઓક્ટોબરે મળનારી બેઠકમાં આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે. જો GSTમાં ઘટાડો થશે તો તેનાથી વરિષ્ઠ નાગરિકોને ઘણી રાહત મળશે.

તમને જણાવી દઈએ કે GST કાઉન્સિલની 52મી બેઠક 7 ઓક્ટોબર, 2023ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં વીમા પર જીએસટીને લઈને ચર્ચા શક્ય છે. એવી માહિતી પણ છે કે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર પણ ચર્ચા થઈ શકે છે.

  • Follow us on: