• NSEનો નિફ્ટી 0.81 ટકા વધારો
  • BSEનો સેન્સેક્સ 0.62 ટકા વધારો
  • આજે માર્કેટ તેજી સાથે થયું ઓપન

ભારતીય શેરબજારમાં બીજા દિવસે એટલે કે મંગળવારે (5 ડિસેમ્બરે) શાનદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 424 પોઈન્ટના ઉછાળા સાથે અને નિફ્ટી 168 પોઈન્ટના ઉછાળા સાથે નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. આજના સત્રમાં બેંકિંગ તેમજ એનર્જી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ પ્રથમ વખત 69,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજના કારોબારમાં BSEનો સેન્સેક્સે લગભગ 424 પોઇન્ટના વધારા સાથે 69,289 પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફટી 168 પોઈન્ટના વધારા સાથે 20,855 પર બંધ થયો હતો.

બજારની સ્થિતિ

આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો એનર્જી શેરોમાં જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી 981 પોઈન્ટ અથવા 3.24 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય બેન્ક નિફ્ટીનો ભાવ 47000ને પાર કરીને ઐતિહાસિક ઉચ્ચ સ્તરે બંધ થયો છે. આ સિવાય ઓટો, મેટલ્સ, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો જોરદાર બંધ થયા છે. પરંતુ હેલ્થકેર, એફએમસીજી, આઈટી, મીડિયા અને રિયલ એસ્ટેટ શેરો ઘટ્યા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી રહી હતી.

શેરોની સ્થિતિ

સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 34 શેર લાભ સાથે અને 16 ઘટાડા સાથે બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3 લાખ કરોડનો વધારો 

શેરબજારમાં તેજીના વલણ બાદ આજના કારોબારમાં BSEનું માર્કેટ કેપ રૂ. 346.51 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 343.45 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.06 લાખ કરોડનો વધારો થયો છે.

  • Follow us on: