• ટાટા ટેકનોલોજીઝ 2023-24માં એપ્રિલ- જૂનમાં લાવશે IPO
  • 2004માં છેલ્લી વાર TCSનો શેર બજારમાં આવ્યો હતો
  • કંપની 10 ટકાની ભાગીદારી આઈપીઓના આધારે ઓફર કરી શકે છે

ટાટા સમૂહની એક અન્ય કંપની પોતાનો IPO લાવવા જઈ રહી છે. લગભગ 18 વર્ષ બાદ ટાટા સમૂહની કોઈ કંપની પોતાનો IPO લાવી રહી છે. ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેક્નોલોજીઝ શેરબજારમાં દસ્તક આપવા માટે IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. ટાટાની આ કંપની ડિજિટલ, એન્જિનિયરિંગ અને ટેકનિક સર્વિસ સેક્ટરમાં દુનિયાની અગ્રણી કંપનીમાં સામેલ છે. ટાટા ટેક્નોલોજીઝ કંપની ટાટા મોટર્સની સબ્સિડિયરી કંપની છે. કંપનીમાં ટાટા મોટર્સની 72.48 ટકાની ભાગીદારી છે. 8.96 ટકા ભાગીદારી અલ્ફા ટીસી,4.48 ટકા ભાગીદારી ટાટા કેપિટલ ગ્રોથ ફંડની છે. લાંબા સમય બાદ તે પોતાનો આઈપીઓ લાવી રહી છે. ઉલ્લેખનીય છે કે ટાટાની કંપની લાંબા સમય બાદ આઈપીઓ લાવી રહી છે. છેલ્લી વાર 2004માં ટાટા કન્સલટન્સી સર્વિસનો આઈપીઓ લઈને આવી હતી.

18 વર્ષ બાદ TATAની આ કંપની લાવી રહી છે IPO

મળતી માહિતી અનુસાર ટાટા ટેક્નોલોજીઝ વર્ષ 2023-24માં એપ્રિલૃ જૂનની વચ્ચે પોતાનો આઈપીઓ બજારમાં લાવી શકે છે. આ આઈપીઓને માટે ડીએચઆરપી સેબીમાં દાખલ કરાશે. આઈપીઓ લાવવાની દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. હાલમાં તે માટે બેંકર્સ સાથે વાતચીત ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર કંપની 10 ટકાની ભાગીદારી આઈપીઓના આધારે ઓફર કરી શકે છે. કંપનીની તરફથી આ આઈપીઓને લઈને હાલમાં વિસ્તારથી જાણકારી મળી નથી. કંપનીનું કહેવું છે કે હાલમાં આ આઈપીઓને લઈને અમારી તૈયારીઓ અને યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. આઈપીઓ પહેલા કંપની બજારની સ્થિતિ, સેબી અને અન્ય મંજૂરીઓ પર વિચાર કરી રહ્યું છે.

વર્ષ 2004માં ટીસીએસનો આઈપીઓ

આ પહેલા આખરી વાર ટાટા સમૂહની કંપની TCSએ પોતાનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. TCSએ 5500 કરોડ રૂપિયાનો આઈપીઓ બજારમાં લોન્ચ કર્યો હતો. ટાટા ટેકનો આ આઈપીઓ એટલા માટે ખાસ છે કેમકે ટાટ સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળમાં આ પહેલો આઈપીઓ છે. હવે જરા આ કંપનીની કમાણી પર નજર કરીએ. ટાટા ટેક્નોલોજીઝની કમાણીની વાત કરીએ તો વર્ષ 2021-22માં કંપનીની કુલ કમાણી 3530 કરોડ રૂપિયા હતી. આ કંપનીની પાસે અધિકાંશ ગ્રાહક વિદેશોના છે. કંપની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, વેલ્યૂ એડેડ રીસેલિંગ, એન્જિનિયરિંગ અને ડિજિટલ ક્ષેત્રમાં કામ કરે છે.


  • Follow us on: