• Elon Muskએ Twitter Blue સબ્સક્રિપ્શન કર્યું લોન્ચ
  • કેટેગરીના આધારે 3 કલરની ટિકમાં વહેંચવામાં આવી છે ટ્વિટ
  • બ્લૂ ટિક સબ્સક્રિપ્શન લેનારાને મળશે એડિશનલ બેનિફિટ્સ

Elon Muskએ Twitter Blue સબ્સક્રિપ્શન લોન્ચ કરી દીધું છે. આ પહેલા ફેક એકાઉન્ટને પણ બ્લૂ ટિક મળ્યા બાદ તેના સબ્સક્રિપ્શન સર્વિસને બંધ કરી દેવાઈ હતી. આ સિવાય ટ્વિટર એકાઉન્ટને અલગ અલગ કલરની ટિક આપવામાં આવી છે. Twitter Blue સબ્સક્રિપ્શનની કિંમતની વાત કરીએ તો તેની પ્રાઈસ ઓપરેટિંગ સિસ્ટમના આધારે અલગ અલગ રખાઈ છે. ટ્વિટરના વેબ પર એક્સેસ કરવા માટે યૂઝર્સને 8 ડોલર દર મહિને ભરવાના રહેશે. આ સિવાય એપલ ડિવાઈસ પર તેના ઉપયોગને માટે 11 ડોલર દર મહિને ખર્ચ કરવાના રહેશે.

અલગ અલગ કલરના રહેશે ટિક

તેની પર ટ્વિટર પર અલગ અલગ કલરના ટિક આપવામાં આવી રહ્યા છે. કંપનીને માટે ગોલ્ડ ચેકમાર્ક અપાયા છે. જ્યારે સરકારને માટે ગ્રે ચેકમાર્ક મળ્યો છે. ઈન્ડિવિઝ્યુઅલ માટે હાલમાં પણ બ્લૂ ટિક આપવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ પહેલા Twitter Blue સબ્સક્રિપ્શનને અનેક ચેતવણી બાદ પણ જાહેર કરાયું છે. આ કારણે અનેક ફેક એકાઉન્ટને પણ બ્લૂ ટિક મળી ગઈ અને ફેક એકાઉન્ટના કારણે ઓરિજિનલ કંપનીને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.

સરકારની સાથે જોડાયેલા એકાઉન્ટ માટે ખાસ લેબલ

Twitter પર નવા અપડેટના અનુસાર સરકારની સાથે જોડાયેલા એકાઉન્ટની નીચે લેબલ અપાઈ રહ્યું છે. તેને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના ટ્વિટર એકાઉન્ટની નીચે જોઈ શકાય છે. તેમાં મેન્શન કરાયું છે કે આ ઈન્ડિયન ગર્વમેન્ટ ઓફિશિયલનું એકાઉન્ટ છે.

હાલમાં કંપનીએ ભારતમાં તેની પ્રાઈસને લઈને કંઈ કહ્યું નથી. હાલમાં એ સ્પષ્ટ નથી કે ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શનને માટે ભારતમાં કેટલા રૂપિયા ખર્ચ કરવાના રહેશે. હાલમાં કંપની જલ્દી તેને વિશે જાણકારી આપે તે શક્ય છે. ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન લેનારાને એડિશનલ બેનિફિટ્સ આપવામાં આવે છે. યૂઝર્સને ઓછી જાહેરાત જોવા મળે છે. આ સિવાય તે ફૂલ એચડી ક્વોલિટીમાં લાંબા ડ્યુરેશનના વીડિયોને પણ અપલોડ કરી શકે છે. મોબાઈલ નંબર વેરિફિકેશન બાદ બ્લૂ બેજ આપવામાં આવી રહ્યો છે.  

  • Follow us on: