• દેશમાં સાત તબક્કાની ચૂંટણીને લીધે ઘરેલું શેરબજારમાં રજાઓ રહે તેવી શક્યતા
  • રામનવમી, હોળી, ગુડફ્રાયડે અને મહારાષ્ટ્ર દિવસે શેરબજારમાં રજા રહેશે
  • 20 મેના રોજ લોકસભાની ચૂંટણીને કારણે સ્થાનિક શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે

દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો સત્તાવાર રીતે જાહેર થઈ ચુકી છે, ત્યારે હવે ભારતીય શેરબજારમાં પણ ચૂંટણીની અસર વર્તાશે. જો કે હજી સત્તાવાર રીતે કેન્દ્રીય ચૂંટણીપંચ અને શેરબજાર દ્વારા રજાની તારીખો નક્કી કરશે. પરંતુ દેશમાં સાત તબક્કામાં ચૂંટણી હોવાથી શેરબજારમાં કારોબારમાં રજાઓ રહેશે એ નક્કી છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં લોકસભાની બેઠકો માટે પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં મતદાનની તારીખ 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મે નક્કી કરવામાં આવી છે. પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રના ધુલે, ડિંડોરી, નાશિક, ભિવંડી, કલ્યાણ, થાણે, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર મધ્ય અને પાલઘરમાં મતદાન થશે.

આ પહેલા પણ બજાર બંધ છે

દેશના બંને મુખ્ય શેરબજારો, BSE અને NSE મુંબઈ સ્થિત છે. મુંબઈમાં 20 મેના રોજ મતદાન થવાનું હોવાથી 20 મેના રોજ લોકસભાની ચૂંટણીને કારણે સ્થાનિક શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહી શકે છે. હકીકતમાં, સ્થાનિક સરકારો મતદાનના દિવસને જાહેર રજા તરીકે જાહેર કરે છે. જેના કારણે લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે અગાઉ પણ બજારમાં વેપાર-ધંધા બંધ રહ્યા હતા. વર્ષ 2014 અને 2019માં આવું બન્યું છે. જોકે, શેરબજારોએ હજુ 20 મેના રોજ રજા જાહેર કરી નથી.

 આ મહિને હજી બે રજા બાકી

મતદાનના દિવસે 20મેએ રજાની પહેલા પણ ઘરેલું શેરબજા ઘણા દિવસો બંધ રહેવાનું છે. માર્ચ મહિનામાં જ અત્યાર સુધી બે રજા પડશે. પ્રથમ 25 માર્ચે હોળીના તહેવાર પર રજા છે. બાદ 29 માર્ચે ઘરેલું શેરબજારમાં ગુડ ફ્રાયડેની રજા રહેશે. એપ્રિલમાં પણ બજાર બે દિવસ બંધ રહેશે. 11 એપ્રિલે રમઝાન ઈદ અને 17 એપ્રિલે રામનવમીની રજા રહેશે. મે મહિનમાં મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે પણ શેરબજારમાં કારોબાર નહીં થાય.

શેરબજારના કારોબાર પર અસર

ચૂંટણીને લીદે શેરબજારના કારોબાર પર પણ અસર જોવા મળતો હોય છે. સરેરાશ એવું જોવા મળે છે કે જો ચૂંટણીમાં વલણ સત્તાધારી સરકાર ફરી સરકાર બનાવતી હોય તો તેનાથી બજારમાં તેજી સાથે નવી ઉંચાઈએ જોવા મળે છે. જો કે એનાથી ઊલ્ટા સંકેત જોતા બજારમાં ગાબડું પણ પડે છે. એક જૂને છેલ્લા તબક્કાના મતદાન પછી ચાર જૂને ચૂંટણીના પરિણામો સામે આવશે.

  • Follow us on: