ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાને 34 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બેલફાસ્ટમાં રમાયેલી આ મેચમાં આયર્લેન્ડે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 18.5 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે આયર્લેન્ડે ભારત સામે કોઈપણ ફોર્મેટમાં પોતાની પ્રથમ ઐતિહાસિક જીત નોંધાવી હતી.


અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગ 

ભારતીય ઈનિંગમાં ઓપનર અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા શરૂઆતમાં માત્ર 20 બોલમાં 50 રન ફટકાર્યા હતા, પરંતુ બાદમાં સ્કોરકાર્ડની તપાસમાં મોટો ફેરફાર થયો. અંપાયરો અને સ્કોરરો દ્વારા મેચ બાદ ફરી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એક લેગ બાય રન ભૂલથી અભિષેકના વ્યક્તિગત સ્કોરમાં ઉમેરાઈ ગયો હતો.

અડધી સદી પણ સત્તાવાર રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી

સુધારણા બાદ તે રન ટીમના એકાઉન્ટમાં ઉમેરવામાં આવ્યો અને અભિષેકનો સ્કોર 50થી ઘટીને 49 રન થઈ ગયો. આ સાથે તેમની અડધી સદી પણ સત્તાવાર રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી. તેમની ઇનિંગ હવે 20 બોલમાં 49 રન તરીકે નોંધાઈ છે, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

આગામી મેચમાં કમબેક કરવાની જરૂર 

અન્ય ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું. માત્ર ચાર ખેલાડીઓ જ ડબલ ડિજિટ પાર કરી શક્યા હતા. શિવમ દુબેએ 25 રન, તિલક વર્માએ 19 રન અને અક્ષર પટેલે 15 રન બનાવ્યા હતા. જ્યારે સંજુ સેમસન, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર સસ્તામાં આઉટ થયા હતા. આ હાર સાથે ભારત 2 મેચની T20 શ્રેણીમાં 0-1થી પાછળ છે અને આગામી મેચમાં કમબેક કરવાની જરૂર છે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: