અફઘાનિસ્તાન સામેની વનડે (ODI) શ્રેણી શરૂ થાય તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બાદ હવે મેચ વિનર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ઈજાના કારણે આ આગામી શ્રેણીમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. 32 વર્ષીય હાર્દિક પંડ્યાને નવી ઈજા થતાં ભારતીય કેમ્પમાં ચિંતાનો માહોલ છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ૧૩ જૂનથી ત્રણ મેચની વનડે સિરીઝ શરુ થવાની છે. આ સિરિઝ શરૂ થયાના 2 દિવસ પહેલા જ ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડયા જાંઘમાં ઇજાના પગલે ભારતની ટીમમાંથી આઉટ થયો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શનિવારથી શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાં રમશે નહીં. તે હાલમાં બેંગલુરુમાં છે.
ફિટનેસ સર્ટિફિકેટ બાદ પણ હાર્દિક પંડયા આઉટ
IPL 2026 દરમિયાન જ હાર્દિક પંડ્યા કમરના દુખાવાથી પરેશાન હતો. આ ઈજામાંથી સાજા થયા બાદ ફિટનેસ ક્લિયરન્સ મેળવવા માટે તે ૨ જૂનથી બેંગલુરુમાં આવેલી BCCIની સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. ત્યાં તમામ જરૂરી ટેસ્ટ પાસ કર્યા બાદ તેને રમવા માટે લીલી ઝંડી મળી ગઈ હતી, પરંતુ અચાનક તેને જાંઘના સ્નાયુઓમાં ખેંચાણ થતાં તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, "હાર્દિક શરૂઆતમાં ફિટ જાહેર થયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ નવી તકલીફ ઊભી થઈ છે. ડોક્ટરોએ તેને આગામી બે અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. તે હાલ રિકવરી માટે CoE ખાતે જ રોકાશે."
હાર્દિક અને કોહલી બહાર, રોહિત શર્માને મળી મંજૂરી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી શનિવાર (૧૩ તારીખ) થી ધર્મશાલામાં ત્રણ મેચોની વનડે શ્રેણી શરૂ થઈ રહી છે, જે પહેલા સ્ટાર ક્રિકેટર કોહલી અને હાર્દિક ઇજાના કારણે ટીમમાંથી બહાર થયા છે. હાર્દિક પંડ્યા ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેનને કારણે અફઘાનિસ્તાન સિરીઝમાંથી બહાર થયો છે. આ ઇજાના કારણે તે જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં તેની ભાગીદારી પર પણ સસ્પેન્સ છે. જયારે IPL 2026 ની ફાઇનલ દરમિયાન સ્નાયુ ખેંચાઈ જવાના કારણે તે પણ આ શ્રેણી ગુમાવશે. કોહલીની જગ્યાએ ટીમમાં યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે રોહિત શર્માને સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે.
શું પંડ્યાનું રિપ્લેસમેન્ટ જાહેર થશે?
હાર્દિક પંડ્યા ભારતીય મર્યાદિત ઓવરોની (ODI અને T20) ટીમનો સૌથી મહત્વનો ખેલાડી છે, કારણ કે તે મધ્યમ ઝડપી બોલિંગ અને ડેથ ઓવરોમાં વિસ્ફોટક બેટિંગથી ટીમને અદભુત સંતુલન આપે છે. હવે પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ તેના સ્થાને કોઈ અન્ય ખેલાડીની જાહેરાત કરશે કે નહીં તે જોવાનું બાકી છે. દરમિયાન, ભારતીય ટીમના કેટલાક સભ્યો બુધવારે મોહાલીમાં ભેગા થશે અને ગુરુવારે ધર્મશાળા રવાના થતા પહેલા આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે.
ભારત: ODI ટીમઃ
શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, અર્શદીપ સિંહ, કુલદીપ, પ્રિન્સ, બ્રહ્મદેવ અને પ્રિન્સ પ્રિન્સ. મહત્વનું છે કે હાર્દિક પંડ્યાને ઓછી કક્ષાના ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેનને કારણે અફઘાનિસ્તાન ODI શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને હજુ સુધી કોઈ ખેલાડીની જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Arjun Tendulkar: મુંબઈ T20 લીગમાં અર્જુન તેંડુલકરનો તરખાટ, ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીની માંગ તેજ