આઈરિશ ક્રિકેટને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારત સામે T20 સિરીઝમાં પોતાની ટીમને 2-0થી ઐતિહાસિક જીત અપાવ્યાના એક દિવસ પછી આયર્લેન્ડના મુખ્ય કોચ હેનરિક મલાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
હેનરિક મલાને તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું. ગેરી વિલ્સનને આયર્લેન્ડના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બેલફાસ્ટમાં રમાયેલી 2 મેચની સિરીઝમાં આયર્લેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આયર્લેન્ડની ભારત સામેની આ પહેલી સિરીઝ જીત છે.
હેનરિક મલાન 2022માં આયર્લેન્ડ ટીમના હેડ કોચ બન્યા
45 વર્ષના હેનરિક મલાનનો કોન્ટ્રાક્ટ 2027ની શરૂઆત સુધીનો હતો, પરંતુ તેમને વહેલા રાજીનામું આપી દીધું છે. ક્રિકેટ આયર્લેન્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન મુજબ હેનરિક મલાન માને છે કે આગામી વર્ષના ODI વર્લ્ડકપ માટે લાયકાતને ધ્યાનમાં રાખીને નવા કોચ માટે આ યોગ્ય સમય છે. હેનરિક મલાનની નિમણૂક જાન્યુઆરી 2022માં 3 વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવી હતી, જે પછી 2024 પછી લંબાવવામાં આવ્યો હતો.
હેનરિક મલાનના કાર્યકાળમાં આયર્લેન્ડે સારું પ્રદર્શન કર્યું
હેનરિક માલનના નેતૃત્વ હેઠળ આઈરિશ ક્રિકેટ ટીમે સફળતા મેળવી. તેમના કાર્યકાળ દરમિયાન ટીમનું પ્રદર્શન શાનદાર હતું. હેનરિક મલાનના માર્ગદર્શન હેઠળ આયર્લેન્ડે સતત 3 T20 વર્લ્ડકપ (2022, 2024 અને 2026) માં સ્થાન મેળવ્યું. વધુમાં ટીમે વિશ્વની કેટલીક મજબૂત ટીમોને પડકાર ફેંક્યો છે અને હરાવી છે. 2022 ના T20 વર્લ્ડકપમાં આયર્લેન્ડે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવી હતી.
આયર્લેન્ડ અફઘાનિસ્તાન સામે સિરીઝ રમશે
આયર્લેન્ડે પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા જેવી મોટી ટીમો સામે પણ મેચ જીતી હતી. હેડ કોચ હેનરિક મલાનનો પણ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર કાર્યકાળ રહ્યો હતો, કારણ કે આયર્લેન્ડે તેમના કાર્યકાળ દરમિયાન તેમના ઈતિહાસમાં ત્રણેય ટેસ્ટ જીત મેળવી હતી.
આ જીતમાં અબુ ધાબીમાં અફઘાનિસ્તાનને હરાવવા અને બેલફાસ્ટમાં ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ જીતનો સમાવેશ થાય છે. આયર્લેન્ડ હવે ઓગસ્ટમાં અફઘાનિસ્તાન સામે પાંચ મેચની ODI સિરીઝ રમશે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા