મુંબઈ ઈન્ડિયન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન એટલે કે IPL 2027માં નવા કેપ્ટન સાથે પ્રવેશ કરી શકે છે. મુંબઈએ IPL 2024માં રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ હાર્દિકના નેતૃત્વમાં ટીમે સતત ખરાબ પ્રદર્શન કર્યું છે.
હવે 19મી સીઝનના સમાપન પછી હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ છોડવાના સતત અહેવાલો આવી રહ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યા ટ્રેડ ડીલ દ્વારા મુંબઈથી બીજી ટીમમાં જશે. આ દરમિયાન સૂર્યકુમાર યાદવનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સને અલ્ટીમેટમ આપ્યું
સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સને અલ્ટીમેટમ આપ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને મુંબઈ ઈન્ડિયન્સને કહ્યું છે કે જો તેઓ તેને કેપ્ટન બનાવવા માગતા નથી, તો તેને રિલીઝ કરી દેવા જોઈએ. સૂર્યકુમાર યાદવનું આ નિવેદન વાયરલ થયું છે.. સૂર્યાએ આ ક્યારે કહ્યું? તેને ક્યાં કહ્યું? કોઈએ આ માહિતી સામે આવી નથી. આ સમાચાર સોશિયલ મીડિયાના આધારે લખવામાં આવ્યા છે. સંદેશ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.
સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના આગામી કેપ્ટન બનશે - વાયરલ પોસ્ટનો દાવો
વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "મીડિયા રિપોર્ટ મુજબ સૂર્યકુમાર યાદવે આકાશ અંબાણીને કહ્યું હતું કે જો મુંબઈ ઈન્ડિયન્સ તેને કેપ્ટન ન બનાવવા માગે તો તેને ટીમમાંથી કાઢી મૂકવો જોઈએ. હવે આકાશ અંબાણીએ તેની ઓફર સ્વીકારી લીધી છે, અને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના આગામી કેપ્ટન બનવા માટે તૈયાર છે. સૂર્યકુમાર યાદવે ફરીથી મુંબઈ ઈન્ડિયન્સના સોશિયલ મીડિયા પેજને ફોલો કરવાનું શરૂ કર્યું છે."
તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે આવું કોઈ નિવેદન આપ્યું નથી. મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી સૂર્યકુમાર યાદવને તેમના કેપ્ટન તરીકે જાહેર કર્યો નથી. સૂર્યકુમાર યાદવના નિવેદનનો દાવો કરતી સોશિયલ મીડિયા પોસ્ટ સંપૂર્ણપણે ખોટી છે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા