2026માં T20 વર્લ્ડકપ જીત્યા પછી પોતાની પહેલી મેચ રમી રહેલી ટીમ ઈન્ડિયાને પ્રથમ T20Iમાં આયર્લેન્ડ સામે 34 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. કોઈપણ ફોર્મેટમાં આયર્લેન્ડ સામે ભારતની આ પહેલી હાર હતી.


આ શરમજનક હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયર અને ટીમને વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો. ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી અને અંતિમ T20I 28 જૂને રમાશે.

પહેલી મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા સામે સિરીઝ બચાવવાનો પડકાર રહેશે. ભારતીય ટીમ બીજી T20I જીતવા અને સિરીઝ 1-1થી સમાપ્ત કરવા માટે કટિબદ્ધ હશે. પરિણામે ભારતની પ્લેઈંગ 11 માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોની અપેક્ષા રાખી શકાય છે. આયર્લેન્ડ સામેની બીજી T20I માટે ભારત જે પ્લેઈંગ 11 મેદાનમાં ઉતારી શકે છે તે જાણો.

વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળશે?

આયર્લેન્ડ સામેની બીજી T20 મેચમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. પરંતુ મોટો સવાલ એ છે કે ટીમમાં વૈભવનું સ્થાન કયો ખેલાડી લેશે. એવું માનવામાં આવે છે કે વૈભવને તક આપવા માટે અભિષેક શર્માને આરામ આપવામાં આવી શકે છે. આનું મુખ્ય કારણ ટીમનું લેફ્ટ-રાઈટ બેટિંગ કોમ્બિનેશન હોઈ શકે છે.

વૈભવ અને અભિષેક બંને લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે, જ્યારે સંજુ સેમસન રાઈટ હેન્ડ બેટ્સમેન છે. ભલે સંજુએ પહેલી મેચમાં સારું પ્રદર્શન ન કર્યું હોય, પરંતુ ટીમ મેનેજમેન્ટ સંતુલન જાળવવા માટે સંજુને જાળવી રાખી શકે છે અને અભિષેકની જગ્યાએ વૈભવને ટીમમાં સામેલ કરી શકે છે.

પ્રસિદ્ધ કૃષ્ણાનું કપાશે પત્તું?

પહેલી T20 મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણા ખૂબ મોંઘો સાબિત થયો, અને આઈરિશ બેટ્સમેનોએ તેને હરાવ્યો. તેને પોતાની 4 ઓવરમાં 57 રન આપ્યા. પરિણામે તેને બીજી મેચમાંથી બહાર કરી શકાય છે. પ્રસિદ્ધના સ્થાને યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. 

પ્રિન્સને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તેને તાજેતરમાં જ અફઘાનિસ્તાન સામેની ODI મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને IPLમાં પણ તેના પ્રદર્શનથી પ્રભાવિત થયો છે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: