સોમવારે 22 જૂને ICC એ મહિલા ખેલાડીઓ માટે માતા બન્યા પછી ક્રિકેટમાં સુરક્ષિત અને સરળ વાપસી માટે ગાઈડલાઈન જાહેર કરી, જેમાં પરત ફરતા પહેલા 16-અઠવાડિયાની અંદર પ્રારંભિક રિકવરી, આયોજિત પ્રેક્ટિસ અને વાતાવરણમાં અનુકૂલનનો સમાવેશ થશે.
મહિલા ક્રિકેટરો માટે 'પ્રેગ્નન્સી પછી પ્લે પર પરત ફરવાની ગાઈડલાઈન' માં 6 'R' ફ્રેમવર્ક છે, જેમાં રેડી, રિવ્યૂ, રિસ્ટોર, રિકન્ડિશન, રિટર્ન અને રિફાઈનનો સમાવેશ થાય છે.
સતત મોનિટરિંગ કરવામાં આવશે
ICC એ એક સમાચારમાં જણાવ્યું હતું કે "આમાં જન્મ પછી પ્રારંભિક રિકવરી, ચિકિત્સા અને કલ્યાણ સમીક્ષાઓ, આયોજિત અભ્યાસમાં ધીમે ધીમે પાછા ફરવું, ક્રિકેટ સંબંધિત અનુકૂલન, રમતમાં પરત ફરવું અને સતત મોનિટરિંગનો સમાવેશ થાય છે." તે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યા પછી ખેલાડીઓ માટે 'કેસ મેનેજર' ની નિમણૂક કરવા વિશે પણ વાત કરે છે, જે ડોક્ટર અથવા ફિઝિયોથેરાપિસ્ટ હશે.
પ્રારંભિક સમીક્ષામાં માતા તરીકે જીવનમાં આવતા ફેરફારોને અનુરૂપ થવા માટે મનોવૈજ્ઞાનિક સહાયનો સમાવેશ થાય છે. ત્યારબાદ સહનશક્તિ સુધારવા માટે કસરતો કરવામાં આવશે. આ 8 અઠવાડિયાની સમીક્ષાઓ પછી ખેલાડી ડોક્ટર થવા ફિઝિયોની મદદથી ફરી દોડવાનું શરૂ કરશે. ખેલાડી મેદાનમાં પરત ફરવા માટે મંજૂરી મળે તે પહેલાં બધા લક્ષણોનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ICCના ચેરમેને કહી આ વાત?
ICCના ચેરમેને જણાવ્યું હતું કે, "કોઈ પણ ખેલાડીએ માતૃત્વ અને પોતાના દેશ માટે ઉચ્ચ સ્તરે રમવા વચ્ચે પસંદગી ન કરવી જોઈએ. ICCની આ ગાઈડલાઈન રમતમાં સહાયક અને સૂચિત વાતાવરણ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. જેમ જેમ મહિલા ક્રિકેટ ગ્લબોલ સ્તરે વિકસી રહી છે, તેમ તેમ ખેલાડીઓની સુખાકારી સુનિશ્ચિત કરવી, પ્રતિભા જાળવી રાખવી અને વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે માર્ગોને મજબૂત બનાવવો જરૂરી છે.
આ ગાઈડલાઈન એવું વાતાવરણ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જ્યાં મહિલાઓ મેદાન પર અને મેદાનની બહાર બંને જગ્યાએ વિકાસ કરી શકે."
સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતનું ગણિત
વિમેન્સ T20 વર્લ્ડકપ 2026ના ગ્રુપ A પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા ટોપ પર છે, તેણે પોતાની 3 મેચમાંથી 3 જીતી છે. ભારત 3માંથી 2 જીત સાથે બીજા નંબરે છે. બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકાએ પણ 3-3 મેચ રમી છે અને 2-2 જીત મેળવી છે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા