ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી. ટીમ ઈન્ડિયાએ પોતાનો પહેલો દાવ 564 રન પર ડિકલેર કર્યો હતો, જ્યારે અફઘાનિસ્તાને દિવસની રમતના અંતે પોતાની પહેલી દાવમાં 113 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો હીરો ડેબ્યુટન્ટ ડાબોડી સ્પિન બોલર માનવ સુથાર હતો, જેણે 15.5 ઓવરમાં 3 વિકેટ લીધી હતી. સુથારે પોતાની પહેલી જ ઓવરમાં એક વિકેટ પણ ઉમેરી,આ રીતે તે ભારતીય ટીમનો ખાસ સભ્ય બન્યો.


માનવ ટેસ્ટમાં પહેલી જ ઓવરમાં વિકેટ લેનાર 8મો બોલર બન્યો.

ટીમ ઈન્ડિયાના કેટલાક સિનિયર ખેલાડીઓને અફઘાનિસ્તાન સામેની આ ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે,જેમાં સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, પહેલી વાર ભારતીય ટીમનો ભાગ રહેલા માનવ સુથારને તેના સ્થાને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને બેટિંગનો મોકો મળ્યો ત્યારે તેણે 41 બોલમાં 28 રનની ઇનિંગ રમી અને ત્યારબાદ તેણે બોલિંગમાં પોતાની પ્રતિભા બતાવી. જ્યારે માનવ સુથારને ઇનિંગની છઠ્ઠી ઓવરમાં પહેલી વાર બોલિંગ કરવા માટે લાવવામાં આવ્યો, ત્યારે તેણે ચોથા બોલ પર 16 રનના વ્યક્તિગત સ્કોર પર અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન અબ્દુલ મલિકની વિકેટ લઈને પોતાને એક ખાસ યાદીનો ભાગ બનાવ્યો.માનવ સુથાર હવે ટેસ્ટ ડેબ્યૂ મેચમાં પોતાની પહેલી ઓવરમાં વિકેટ લેનાર 8મો ભારતીય ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત, 25 વર્ષ પછી, કોઈ ભારતીય બોલર ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે પહેલી ઓવરમાં વિકેટ લેવામાં સફળ રહ્યો છે.


ભારતીય ખેલાડીઓ  ટેસ્ટ ડેબ્યૂમાં પ્રથમ ઓવરમાં વિકેટ લીધી

મોન્ટુ બેનર્જી - વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (1948, પ્રથમ ઓવરનો પાંચમો બોલ)

મનોહર હાર્ડિકર - વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (1958, પ્રથમ ઓવરનો ત્રીજો બોલ)

વામન કુમાર - વિરુદ્ધ પાકિસ્તાન (1961, પ્રથમ ઓવરનો છઠ્ઠો બોલ)

ચેતન શર્મા - વિરુદ્ધ પાકિસ્તાન (1984, પ્રથમ ઓવરનો પાંચમો બોલ)

ડબલ્યુવી રમન - વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (1988, પ્રથમ ઓવરનો ચોથો બોલ)

નિલેશ કુલકર્ણી - વિરુદ્ધ શ્રીલંકા (1197, પ્રથમ ઓવરનો પહેલો બોલ)

ટીનુ યોહાનન - વિરુદ્ધ ઇંગ્લેન્ડ (2001, પ્રથમ ઓવરનો ચોથો બોલ)

માનવ સુથાર - વિરુદ્ધ અફઘાનિસ્તાન (2026, પ્રથમ ઓવરનો ચોથો બોલ)

ગિલ અને રાહુલે સદી ફટકારી, સુદર્શન પંત અને સુંદરે અડધી સદી ફટકારી

કેપ્ટન શુભમન ગિલ અને સુંદરે મુલ્લાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 564 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી. કેએલ રાહુલની સદી ઉપરાંત, સાઈ સુદર્શન, ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરની અડધી સદીઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગિલે પ્રથમ ઇનિંગમાં 126 રન બનાવ્યા હતા, જ્યારે રાહુલે 100 રન બનાવ્યા હતા. સુદર્શન અને પંતે 81-81 રન બનાવ્યા હતા, જ્યારે સુંદરે પણ અણનમ 52 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - Mohammad Saleemનો તરખાટ, 6 વિકેટ લઈને ભારતના બેટિંગ ઓર્ડરની કમર તોડી



  • Follow us on: