IPL 2026માં પોતાના બેટથી ધૂમ મચાવનાર 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ યુવા બેટ્સમેન આયર્લેન્ડ સામેની બે મેચની T20I સિરીઝમાં મુખ્ય આકર્ષણ રહેશે.
ભારતનું નવું T20 અભિયાન 26 જૂને બેલફાસ્ટમાં શરૂ થશે અને આ પ્રવાસને આવતા મહિને ઈંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ સિરીઝની તૈયારી તરીકે પણ જોવામાં આવે છે.
આયર્લેન્ડ નવા કેપ્ટન લોર્કન ટકરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે
BCCIએ આ સિરીઝ માટે 15 સભ્યોની મજબૂત ટીમ પસંદ કરી છે. વૈભવ સૂર્યવંશીને IPL 2026માં તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે, જ્યાં તેને 776 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. બીજી તરફ આયર્લેન્ડ નવા કેપ્ટન લોર્કન ટકરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. વિકેટકીપર-બેટ્સમેન ટકરે પોલ સ્ટર્લિંગ પાસેથી કેપ્ટનશીપ સંભાળી છે, જેને 2026ના T20 વર્લ્ડકપ પછી રાજીનામું આપ્યું હતું.
ભારત દર વખતે જીત્યું
ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 ક્રિકેટનો ઈતિહાસ બહુ જૂનો નથી. બંને ટીમો ફક્ત 8 વખત એકબીજા સામે ટકરાઈ છે, અને દરેક વખતે ભારત જીત્યું છે. આયર્લેન્ડ હજુ સુધી T20I ક્રિકેટમાં ભારતને હરાવ્યું નથી. બંને દેશો છેલ્લે ન્યૂયોર્કમાં T20 વર્લ્ડકપ 2024માં મળ્યા હતા, જ્યાં ભારતે 8 વિકેટથી આરામથી જીત મેળવી હતી.
ફેન્સની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે
ભારત વિરુદ્ધ આયર્લેન્ડ T20I સિરીઝમાં રોહિત શર્મા સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે, તેને 4 મેચમાં 201 રન બનાવ્યા છે. આ દરમિયાન એન્ડ્રુ બાલ્બિર્નીએ આયર્લેન્ડ માટે 7 મેચમાં 161 રન બનાવ્યા છે. જસપ્રીત બુમરાહે આયર્લેન્ડ સામે 4 મેચમાં 8 વિકેટ લીધી છે.
આયર્લેન્ડ સામે ભારતનો રેકોર્ડ ભલે ખરાબ હોય, પરંતુ આ વખતે સિરીઝનું સૌથી મોટું આકર્ષણ યુવા વૈભવ સૂર્યવંશી હશે. ક્રિકેટ ફેન્સ એ જોવા માટે ઉત્સુક છે કે IPLમાં ધૂમ મચાવનાર આ સ્ટાર બેટ્સમેન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાને કેવી રીતે સાબિત કરે છે.
આયર્લેન્ડ સામેની T20I સિરીઝ માટે ભારતની અપડેટ કરાયેલી ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), ઈશાન કિશન, અભિષેક શર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, સૂર્યાંશ શેડગે અને વૈભવ સૂર્યવંશી
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા