ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 સિરીઝનું શેડ્યૂલ પહેલાથી જ તૈયાર છે. બંને ટીમોની જાહેરાત પણ થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે આ સિરીઝમાં બંને ટીમોના નવા કેપ્ટન હશે. ભારતનો કેપ્ટન શ્રેયસ ઐયર છે, જ્યારે આયર્લેન્ડે લોર્કન ટકરને તેના નવા T20 કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.
લોર્કન ટકર આ પહેલા T20 માં આયર્લેન્ડનો વાઈસ કેપ્ટન હતો. આ 2 નવા કેપ્ટનો માટે 72 કલાક મુશ્કેલ રહેશે, કારણ કે તે 72 કલાકમાં સિરીઝનો નિર્ણય લેવામાં આવશે. એટલું જ નહીં મેચો ભારતમાં T20 સમય કરતાં એક કલાક વહેલા શરૂ થશે.
આ પ્રવાસ 72 કલાક ચાલશે અને આ સમયે T20 મેચો શરૂ થશે
ભારત-આયર્લેન્ડ T20 સિરીઝ 26 જૂનથી શરૂ થશે અને 28 જૂનના રોજ સમાપ્ત થશે. 3 દિવસ એટલે કે 72 કલાકમાં 2 મેચ રમાશે. પહેલી T20 26 જૂને બેલફાસ્ટમાં રમાશે. બીજી T20 પણ 28 જૂને બેલફાસ્ટમાં રમાશે. આયર્લેન્ડ પ્રવાસ પર T20 મેચ ભારતીય સમય કરતાં 1 કલાક વહેલા શરૂ થશે. ભારતમાં T20 મેચ સામાન્ય રીતે સાંજે 7:00 વાગ્યે શરૂ થાય છે. પરંતુ આયર્લેન્ડમાં મેચ રમાઈ રહી હોવાથી મેચ સાંજે 6:00 વાગ્યે શરૂ થશે.
આયર્લેન્ડ સામે ભારતનો રેકોર્ડ
આયર્લેન્ડ વચ્ચેની T20I મેચોમાં ભલે ગમે ત્યાં રમાય ટીમ ઈન્ડિયા હંમેશા ટોપ પર રહી છે. આયર્લેન્ડ ટીમ સામે તેમનો 100% જીતનો રેકોર્ડ છે. ભારતે અત્યાર સુધી આયર્લેન્ડ સામે 8 T20I રમી છે, જે બધી જ જીતી છે.
તે 8 T20Iમાંથી 6 આયર્લેન્ડની ધરતી પર રમાઈ છે, અને ભારતે તેમાં વિજય મેળવ્યો છે. વધુમાં બાકીના 2 T20Iમાંથી, ભારતે આયર્લેન્ડ સામે એક ઈંગ્લેન્ડમાં અને બીજી યુએસએમાં રમી છે.
IRE Vs IND T20 સિરીઝ માટે ભારતીય ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી, પ્રસિદ્ધ કૃષ્ણા, સૂર્યાંશ શેડગે.
IRE Vs IND T20 સિરીઝ માટે આયર્લેન્ડ ટીમ
લોર્કન ટકર (કેપ્ટન), રોસ એડેયર, બેન કાલ્ટિજ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહની, મેથ્યુ હમ્ફ્રીઝ, ગેવિન હોય, મેથ્યુ હોલાર્ડ, લિયામ મેકાર્થી, જય મુન્દ્રા, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર, રિયૂબેન વિલ્સન.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા