શ્રીલંકાના દામ્બુલામાં ભારત A અને અફઘાનિસ્તાન A વચ્ચેની બહુપ્રતિક્ષિત મેચ શરૂ થઈ ગઈ છે. આજની મેચમાં શરૂઆતથી જ વૈભવ સૂર્યવંશીના આક્રમક તેવર જોવા મળ્યા હતા. અગાઉની મેચમાં જયાં ફક્ત 14 રન કર્યા હતા ત્યાં આજની મેચમાં વૈભવે વિસ્ફોટક બેટિંગ કરી હતી. ભારતે પ્રથમ દાવની શાનદાર શરૂઆત કરતાં વૈભવ સૂર્યવંશીએ ચોગ્ગા અને છગ્ગા ફટકારતાં 44 રન પર આઉટ થયો. પહેલી મેચમાં નિષ્ફળ રહ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ શાનદાર ઇનિંગ રમી પણ ફિફ્ટી ના કરી શકતા તેના ફેન્સ પણ નિરાશ થયા.
અફઘાનિસ્તાન સામે ભારતે 2 વિકેટ ગુમાવી
અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને ભારત સામે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને અત્યારે સવારના 11.00 વાગ્યા સુધીમાં ભારતીય ટીમના બે મહત્વના ખેલાડી આઉટ થયા. આ બંને ખેલાડીઓએ ચોગ્ગા-છગ્ગા ફટકારી શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ પહેલા વૈભવ સૂર્યવંશી અને હવે પ્રિયાંશ આર્યએ 11.00 વાગ્યા સુધીમાં પોતાની વિકેટ ગુમાવી. અબ્દુલ્લા અહમદઝાઈએ બંને વિકેટ લીધી. અફઘાનિસ્તાન એ સામે, તે 22 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો. મોહમ્મદ ઇશાકે વૈભવને અબ્દુલ્લા અહમદઝાઈના બોલ પર કેચ આપ્યો. સ્ટમ્પ પાછળ બોલ રમવાનો પ્રયાસ કરતી વખતે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી.













