આયર્લેન્ડનો પ્રવાસ ભારતીય ટીમ માટે એક ખરાબ સ્વપ્નથી ઓછો સાબિત થયો નહીં, કારણ કે તેઓ 2 મેચની T20 સિરીઝની બંને મેચ હારી ગયા હતા. 28 જૂનના રોજ બેલફાસ્ટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયા એક રનથી હારી ગઈ હતી.
મેચની છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવતા પ્રિન્સ યાદવે પોતાની પહેલી T20 ઈન્ટરનેશનલ મેચ રમી, પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો અને એક ખાસ ક્લબમાં જોડાયો. પ્રિન્સ યાદવ હવે T20 ઈન્ટરનેશનલ કરિયરમાં પોતાના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ સિદ્ધિ મેળવનારો પહેલો હતો, ત્યારબાદ રમણદીપ સિંહનો નંબર આવે છે. હવે પ્રિન્સ યાદવનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે.
પ્રિન્સ યાદવે હેરી ટેક્ટરની બોલ પર સીધો છગ્ગો ફટકાર્યો
આયર્લેન્ડ સામેની બીજી T20I માં 155 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતને છેલ્લા બોલ પર ફક્ત 8 રનની જરૂર હતી. પોતાની પહેલી T20I રમતા પ્રિન્સ યાદવે હેરી ટેક્ટરના ફુલ-ટોસ પર સિક્સ માટે સીધો શોટ માર્યો. જ્યારે તે ભારતને 1 રનની હારથી બચાવી શક્યો નહીં, તો પણ તેને ચોક્કસપણે પોતાને એક ખાસ લિસ્ટમાં સ્થાન અપાવ્યું.
ભારતીય ખેલાડીઓ જેમને T20I કરિયરના પહેલા બોલ પર સિક્સ ફટકારી
સૂર્યકુમાર યાદવ - વિ. ઈંગ્લેન્ડ (2021, અમદાવાદ)
રમનદીપ સિંહ - વિ. સાઉથ આફ્રિકા (2024, સેન્ચુરિયન)
પ્રિન્સ યાદવ - વિ.આયર્લેન્ડ (2026, બેલફાસ્ટ)
પ્રિન્સ યાદવે બોલિંગમાં પણ મચાવી ધૂમ
IPL 2026માં પોતાની શાનદાર ઝડપી બોલિંગ માટે ફેમસ થયેલા પ્રિન્સ યાદવે અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, તેને પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. હવે પોતાના T20I ડેબ્યૂમાં, પ્રિન્સ યાદવે પોતાની ગતિ અને ઉછાળાથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા છે. આયર્લેન્ડ સામેની બીજી T20Iમાં તેને પોતાની 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા