રિષભ પંતે IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ સિઝનમાં ટીમનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું, પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી. ફ્રેન્ચાઈઝીના પ્રદર્શનને કારણે કેપ્ટન રિષભ પંતની ટીકા થઈ.
ફાઈનલ મેચના બે દિવસ પહેલા જ વિકેટકીપર-બેટ્સમેને કેપ્ટન પદ છોડવાનો નિર્ણય લીધો. લખનૌ મેનેજમેન્ટે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી. હવે તે નિવેદન અંગેના એક અહેવાલમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.
LSG મેનેજમેન્ટ દ્વારા રિષભ પંતને હટાવવામાં આવ્યો
લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિષભ પંતે કેપ્ટનશીપ છોડવાના નિર્ણય સાથે વ્યક્તિગત રીતે મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો અને મેનેજમેન્ટે તેમના નિર્ણયનો સ્વીકાર કર્યો છે. કેપ્ટન તરીકે ટીમ સાથે તેને જે અનુભવ શેર કર્યો છે તે અમૂલ્ય છે.
હવે મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે રિષભ પંતને કેપ્ટનશીપમાંથી દૂર કરવાનો નિર્ણય IPL સીઝન સમાપ્ત થયા પછી તરત જ લેવામાં આવ્યો હતો. તે સમયે રિષભ પંતે પણ ટીમ છોડવાનો નિર્ણય લીધો કારણ કે તેમને અંડર વેલ્યૂ લાગ્યું.
રિષભ પંતનું ખરાબ પ્રદર્શન
IPL 2025ના ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં રિષભ પંતને ખરીદ્યો હતો. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, પરંતુ તેનું પ્રદર્શન ટીમની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નથી. તેને અત્યાર સુધીમાં 28 મેચોમાં 135 ના સ્ટ્રાઈક રેટ સાથે 581 રન બનાવ્યા છે.
તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ 2 સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું છે, આ સિઝનમાં ટીમ છેલ્લા સ્થાને રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે રિષભ પંત દિલ્હી કેપિટલ્સ ટીમમાં પરત આવી શકે છે અને તેને ફ્રેન્ચાઈઝીનો સંપર્ક કર્યો છે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા