રોવમેન પોવેલે બેટથી ધૂમ મચાવીને ફેન્સને સ્તબ્ધ કરી દીધા. તે એક ઓવરમાં સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાની આશ્ચર્યજનક સિદ્ધિ મેળવનારા બેટ્સમેનોની એલીટ ક્લબમાં જોડાવાનું ચૂકી ગયો.


રોવમેન પોવેલે મચાવી ધૂમ

જો રોવમેન પોવેલ છેલ્લા બોલ પર આઉટ ન થયો હોત, તો તે એક ઓવરમાં 6 છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની એલીટ ક્લબમાં જોડાઈ ગયો હોત.

રોવમેન પોવેલની વિસ્ફોટક બેટિંગ અને સુનીલ નારાયણની ઘાતક બોલિંગની મદદથી લોસ એન્જલસ એન્જલ્સે સિએટલ ઓર્ક્સને 81 રનથી હરાવીને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી. આમ ટીમે મેજર લીગ ક્રિકેટ (MLC) 2026માં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો.

રોવમેન પોવેલે મેચનો માર્ગ બદલી નાખ્યો

લોસ એન્જલસે પ્રથમ બેટિંગ કરતા નિયમિત અંતરાલે વિકેટો ગુમાવી, પરંતુ નાની ઈનિંગને કારણે સ્કોરબોર્ડ ટિક ટિક કરતું રહ્યું. ઓપનર આન્દ્રે ફ્લેચર અને કોલિન મુનરોએ ટીમને મજબૂત શરૂઆત આપી, પ્રથમ વિકેટ માટે 58 રન બનાવ્યા. પરંતુ ખરો ધમાકો ઈનિંગની અંતિમ ઓવરોમાં થયો. 


16 ઓવર પછી ટીમનો સ્કોર 138/5 હતો, અને તે સમયે એવું લાગતું હતું કે સ્કોર 180 રનની આસપાસ હશે. ત્યારબાદ IPL 2026માં KKR વતી રમનાર રોવમેન પોવેલ મેદાનમાં ઉતર્યા અને પહેલા જ બોલથી ધૂમ મચાવી દીધી. 17મી ઓવરમાં રોવમેન પોવેલે દાસુન શનાકાના બોલ પર સતત 5 છગ્ગા ફટકાર્યા. માત્ર 11 બોલની પોતાની ટૂંકી પણ વિસ્ફોટક ઈનિંગમાં તેને 37 રન બનાવ્યા. પરંતુ તે ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો, ત્યાં સુધીમાં મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો.

સુનીલ નારાયણે શરૂઆતમાં જ કમર તોડી નાખી

પોવેલની આક્રમક બેટિંગને કારણે લોસ એન્જલસ નાઈટ રાઈડર્સે 196 રનનો જંગી સ્કોર બનાવ્યો. સિએટલ તરફથી જસદીપ સિંહ અને ગેરાલ્ડ બાર્ટમેને 3-3 વિકેટ લીધી, પરંતુ પોવેલની ઈનિંગે તેમના બધા પ્રયાસો બગાડી નાખ્યા.

197 રનના ટાર્ગેટનો પીછો કરતા સિએટલ ઓર્ક્સની શરૂઆત ખરાબ રહી. સુનીલ નારાયણે પાવરપ્લેમાં જ ટિમ સાઈફર્ટ અને મેથ્યુ બ્રીટ્ઝકેને આઉટ કરીને ટીમને મોટો ઝટકો આપ્યો. આ પછી કાર્મી લે રોક્સે પણ 2 વિકેટ લીધી, જેનાથી સિએટલ દબાણમાં આવી ગયું. પાવરપ્લેના અંત સુધીમાં ટીમે 43 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

અડધી ટીમ 59 રન પર પેવેલિયનમાં પાછી ફરી ગઈ હતી. આ પછી પણ વિકેટો સતત પડતી રહી. પરિણામે ટીમ સંપૂર્ણ 20 ઓવર સુધી ટકી શકી નહીં, અને માત્ર 15.3 ઓવરમાં 115 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. શેડલી વાન શાલ્કવિક અને આન્દ્રે રસેલે 3-3 વિકેટ લઈને સિએટલની બેટિંગને સંપૂર્ણપણે ખતમ કરી દીધી.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: