શશાંક સિંહ IPLમાં છગ્ગા અને ચોગ્ગા ફટકારવા માટે ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં આ ખેલાડી એક વિવાદને કારણે ચર્ચામાં છે. તેના ઘરમાં કામ કરતા એક નોકરે આરોપ લગાવ્યો છે કે તેને ઘરે ખૂબ માર મારવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ શશાંક સિંહ અને તેના પિતા, ભૂતપૂર્વ IPS અધિકારી સહિત ત્રણ અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. શશાંક સિંહે હવે નોકર પર થયેલા હુમલા અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેને દાવો કર્યો હતો કે વિપેન્દ્ર સિંહ નામનો એક વ્યક્તિ 2 દિવસ પહેલા તેના ઘરે આવ્યો હતો અને ફોટા પાડી રહ્યો હતો અને વીડિયો બનાવી રહ્યો હતો. શશાંકને શંકા હતી કે વિપેન્દ્ર ચોરીના ઈરાદાથી તેના ઘરે આવ્યો હતો. શશાંક સિંહે પણ આ મામલે પોતાની ભૂલ સ્વીકારી. તમને જણાવી દઈએ કે તેને શું કહ્યું.
હુમલાના આરોપો પર શશાંક સિંહે શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતા શશાંક સિંહે કહ્યું કે "જો કોઈ 2 દિવસ માટે આવે છે, તો તમે તેને બંધક કેમ બનાવશો? તે ખુશીથી અહીં-ત્યાં ખાતો-પીતો હતો. તે ખૂબ જ સારા વીડિયો અને ફોટા પાડી રહ્યો હતો. તે રસોઈયા હોવાનો દાવો કરીને આવ્યો હતો, પણ તેને રસોઈ બનાવતા બિલકુલ ખબર ન હતી. તે મારા ઘરે આવ્યો હતો અને ફક્ત મજા કરી રહ્યો હતો. ફોટા અને વીડિયો લઈ રહ્યો હતો. તે મારા રૂમમાં જઈ રહ્યો હતો. જો તમે રસોઈયા હોવાનો દાવો કરીને આવો છો, તો તમે કોઈના રૂમમાં જઈને ફોટા અને વીડિયો કેમ પાડશો? મને શંકા છે કે તે ચોરી કરવાના ઈરાદાથી આવ્યો હતો. મને રાહત થઈ છે કે આવું કંઈ થયું નથી. હા ચાંદીની ગણેશ મૂર્તિ છે જે અમને મળી નથી. તે સિવાય મારી માતા અને બહેન ઘરમાં કંઈ ખૂટે છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે."
શશાંક પર આરોપ લગાવનાર રસોઈયાના ફોનમાંથી શું મળ્યું?
શશાંક સિંહનો દાવો છે કે રસોઈયાના ફોનમાંથી ઘરના વીડિયો અને ફોટા મળી આવ્યા હતા, જે તેની માતાએ ડિલીટ કરી દીધા હતા. તેમને કહ્યું કે "તેના મોબાઈલ ફોનમાં ઘરના વીડિયો અને ફોટા હતા, જે તેની માતાએ ડિલીટ કરી દીધા હતા. તે ખૂબ જ પ્રાઈવેટ હતા. તેનો ફોન છીનવીને અમે શું કરીશું? પિતાએ તે જતો હતો ત્યારે વીડિયો લીધો હતો. પિતાએ તેને કહ્યું હતું કે જતા પહેલા ફોન કરે અને ઘરમાંથી અધવચ્ચે ગાયબ ન થઈ જાય."
શશાંકે કઈ ભૂલ પોતાની હોવાનું સ્વીકાર્યું?
શશાંક સિંહે આગળ કહ્યું કે "મારી બહેને મને પોલીસ બોલાવવાનું કહ્યું. તેને કહ્યું કે હું ગરીબ છું. મારી માતા બીમાર છે. તેથી મેં તેને પોલીસ કાર્યવાહી ન કરવા કહ્યું. મેં વિચાર્યું કે તે ફક્ત પોલીસ સ્ટેશનમાં કેમ બેઠો રહેશે. હું ભાવુક થઈ ગયો અને કહ્યું કે આ મારી ભૂલ છે. અમને ખબર ન હતી કે તે બહાર ગયા પછી આ બધું કરશે. તે મારા પિતાના કોઈ પરિચિતની ભલામણ પર આવ્યો હતો.
ક્યારેક એવું બને છે કે તમે કોઈ પરિચિતની સલાહ પર કોઈને નોકરી પર રાખો છો. પરંતુ અમારા પરિવાર માટે આ એક મોટો પાઠ છે કે ફક્ત ચકાસાયેલ એજન્સીમાંથી જ નોકર રાખવો. મારા પિતાએ તેનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું અને જાણવા મળ્યું કે તે ડ્રગ્સનો વ્યસની છે. અમારે બેકગ્રાઉન્ડ પહેલા ચેક કરવું જોઈતું હતું, અમે તે બે દિવસ પછી કર્યું, આ એક ભૂલ છે."
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા