ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની ODI સિરીઝની બીજી મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી અને 49.5 ઓવરમાં 401 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.


કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશને ટીમ ઈન્ડિયાને આ મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં બંને ખેલાડીઓએ સદી ફટકારી હતી. ગિલ અને ઈશાને આ મેચમાં 80 બોલથી ઓછા સમયમાં પોતાની સદી પૂરી કરી હતી, જેની સાથે બંનેએ મળીને એક એવી સિદ્ધિ હાંસલ કરી હતી જે પહેલા કોઈપણ ODI મેચમાં કોઈ 2 ભારતીય ખેલાડીઓ એકસાથે હાંસલ કરી શક્યા ન હતા.

પહેલી વાર 2 ભારતીય ખેલાડીઓએ એક જ વનડેમાં આ સિદ્ધિ મેળવી

શુભમન ગિલ અને ઈશાન કિશનએ મળીને એટલી ઝડપી ગતિએ રન બનાવ્યા કે કોઈ પણ અફઘાન બોલર તેમને મુશ્કેલીમાં મૂકી શક્યો નહીં. શુભમન ગિલે 77 બોલમાં પોતાની સદી પૂરી કરી, જ્યારે ઈશાન કિશન ફક્ત 71 બોલનો સામનો કરીને વનડેમાં પોતાની ત્રીજી સદી પૂરી કરી. 

આ સાથે ભારતીય ટીમ તરફથી વનડેના ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે બે ખેલાડીઓએ એક જ મેચમાં 80 કે તેથી ઓછા બોલમાં પોતાની સદી પૂરી કરી હોય. જો આપણે વનડે ઈતિહાસ પર નજર કરીએ તો આવું ફક્ત 8મી વખત બન્યું છે.

અફઘાનિસ્તાન સામે ODIમાં બીજી સંયુક્ત-સૌથી મોટી પાર્ટનરશીપ

અફઘાનિસ્તાન સામેની આ ODI માં શુભમન ગિલ અને ઈશાન કિશને ત્રીજી વિકેટ માટે 140 બોલમાં 224 રનની પાર્ટનરશીપ કરી, જે ODI માં અફઘાન ટીમ સામે કોઈપણ વિકેટ માટે સંયુક્ત રીતે બીજી સૌથી મોટી પાર્ટનરશીપ છે. આ પાર્ટનરશીપ ODI ક્રિકેટમાં ભારત માટે ત્રીજી વિકેટ માટે સૌથી વધુ પાર્ટનરશીપની લિસ્ટમાં ચોથા નંબરે છે.

અફઘાનિસ્તાન સામે વનડેમાં સૌથી મોટી પાર્ટનરશીપ

ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) – 260 રન (2015, પર્થ)

હેમિલ્ટન મસાકાડઝા અને સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) – 224 રન (2014, બુલાવાયો)

શુભમન ગિલ અને ઈશાન કિશન (ભારત) – 224 રન (2026, લખનૌ)

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: