ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ભારતીય સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી છે. "ફોર ધ લવ ઓફ ક્રિકેટ" પોડકાસ્ટ પર બોલતા સ્ટુઅર્ટ બ્રોડે કહ્યું કે જો તેમને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન વૈભવને રમતા જોવાની તક મળે તો તેઓ ભાગ્યશાળી અનુભવશે.


સ્ટુઅર્ટ બ્રોડ કહે છે કે વૈભવે માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની બેટિંગથી જે રીતે દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે તે ખરેખર ખાસ છે. તેમને મજાકમાં ઉમેર્યું કે વૈભવ પાસે તેની રમતમાં બધું જ છે અને તેણે મેદાન પર સ્લેજિંગ પણ શરૂ કરી દીધું છે, જે "બેબી બોસ"નો આત્મવિશ્વાસ દર્શાવે છે.

વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર ઈનિંગ

તાજેતરમાં વૈભવે શ્રીલંકા A સામે ટ્રાય સિરીઝની ફાઈનલમાં માત્ર 29 બોલમાં 94 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ પહેલા તે શ્રીલંકા A ખેલાડીઓ સાથે મેદાન પર થયેલી ઝઘડાને કારણે પણ સમાચારમાં હતો.

સ્ટુઅર્ટ બ્રોડ માને છે કે વૈભવમાં શાનદાર પ્રતિભા છે અને તે ભવિષ્યમાં ઈન્ટરનેશનલ ક્રિકેટનો સૌથી મોટા સ્ટાર બની શકે છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર પણ વૈભવ સૂર્યવંશી પ્રત્યે ઉત્સાહી છે અને તેમને તેની પ્રતિભાની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે.

વૈભવ સૂર્યવંશી થયો ભાવુક

IPL 2026 માં તેના શાનદાર પ્રદર્શન બાદ રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

BCCIએ મંગળવાર 23 જૂનના રોજ ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સીમાં વૈભવ સૂર્યવંશીનો એક વીડિયો પણ શેર કર્યો. ટીમ ઈન્ડિયાની જર્સી મેળવ્યા પછી વૈભવ ખૂબ જ ખુશ અને ભાવુક દેખાતો હતો. 

આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થયો વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગયો છે. માત્ર 15 વર્ષની ઉંમરે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કરવાની ખૂબ નજીક છે. આયર્લેન્ડ પછી ભારતીય ટીમ 5 T20I મેચ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: