ભારતીય ક્રિકેટનો નવો સ્ટાર વૈભવ સૂર્યવંશી વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની નજીક છે. 15 વર્ષનો બેટ્સમેન આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગયો છે, જ્યાં તે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરે તેવી શક્યતા છે.
શ્રીલંકામાં રમાયેલી ટ્રાય સિરીઝની ફાઈનલમાં વૈભવે 324.14ના સ્ટ્રાઈક રેટથી માત્ર 29 બોલમાં 94 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઈનિંગમાં વૈભવે 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.
વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી
આ ઈનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશી લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન પણ બન્યો. તેને શ્રીલંકાના કૌશલ્યા 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.
વૈભવે છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના વિસ્ફોટક બેટિંગ પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. IPL 2026માં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું, અને હવે તે પોતાના દેશ માટે રમવાનું સ્વપ્ન પૂર્ણ કરવાની ખૂબ નજીક છે.
વૈભવે તાજેતરમાં IPL 2026ની સીઝનમાં ઓરેન્જ કેપ
વૈભવે તાજેતરની IPL સીઝનમાં ઓરેન્જ કેપ જીતી, સૌથી વધુ 776 રન બનાવ્યા. તાજેતરની IPL સીઝનમાં તેને 72 છગ્ગા ફટકાર્યા, જેનાથી ક્રિસ ગેઈલનો એક જ સીઝનમાં 59 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડ્યો.
જો વૈભવ આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે, તો તે ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બનશે. ક્રિકેટ ફેન્સ આ યુવા બેટ્સમેનને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે, જેને પોતાની આક્રમક બેટિંગ અને નીડર અભિગમથી પહેલાથી જ નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે.
આયર્લેન્ડ પ્રવાસ વૈભવના કરિયરની સૌથી મોટી તક સાબિત થઈ શકે છે. આ 15 વર્ષનો બેટ્સમેન ઈન્ટરનેશનલ મંચ પર કેટલો પ્રભાવ પાડી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા