ટ્રાય સિરીઝની ફાઈનલમાં ભારત A એ શ્રીલંકા A ને 66 રનથી હરાવીને ટાઈટલ જીત્યું. વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે મેચવિનિંગ ઈનિંગ રમી, જેણે તેમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેણે 29 બોલમાં 324 થી વધુના સ્ટ્રાઈક રેટથી 94 રન બનાવ્યા. 


આ શાનદાર ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. એવોર્ડ જીત્યા પછી વૈભવને પૂછવામાં આવ્યું કે શું તે આ મેચ પહેલા પ્રેશરમાં હતો, કારણ કે ફાઈનલ પહેલા સિરીઝમાં તેનું પ્રદર્શન અપેક્ષાઓ કરતાં ઓછું રહ્યું હતું.

વૈભવ સૂર્યવંશીએ પ્રેશર વિશે શું કહ્યું?

POTM એવોર્ડ જીત્યા પછી વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે "આ મેચમાં કોઈ દબાણ ન હતું, પરંતુ હું પાછલી મેચોમાં કામ ન કરતી યોજનાઓને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં કોચ સાથે આ અંગે ચર્ચા કરી અને પ્રેક્ટિસમાં તેના પર કામ કર્યું. આજે તે યોજના સારી રીતે કામ કરી, અને પરિણામો બધાની સામે છે." આ મેચ વિશે વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે "મેં વધારે વિચાર્યું ન હતું, હું ફક્ત પ્રથમ 10 ઓવરનો સંપૂર્ણ લાભ લેવા અને મેદાન પર મારી યોજનાઓને અમલમાં મૂકવા માગતો હતો."

શ્રીલંકા A સિરીઝમાં વૈભવ શું શીખ્યો?

આ દરમિયાન વૈભવને પણ પૂછવામાં આવ્યું કે તે આ સિરીઝમાંથી શું શીખ્યો. આનો જવાબ આપતાં તેને કહ્યું કે "મેં ઘણું શીખ્યું, પણ મેં 50 ઓવરની ઘણી ક્રિકેટ રમી છે." હસતાં હસતાં તેને કહ્યું કે લોકો કદાચ આ જાણતા નથી. ત્યાં અલગ અલગ પરિસ્થિતિઓ અને અલગ અલગ પિચો હતી, તેથી રમવાનું થોડું અલગ હતું, પરંતુ મને આ મેચ રમવાની મજા આવી અને તે એક સારી સિરીઝ હતી.

વૈભવ ફાઈનલમાં સદી ફટકારવાનું ચૂક્યો

અંતિમ મેચમાં વૈભવ પાસે સદી ફટકારવાની સારી તક હતી, પરંતુ તે 6 રનથી ચૂકી પડી ગયો. 94 રનની પોતાની ઈનિંગ દરમિયાન વૈભવે 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. કેપ્ટન તિલ્કા વર્માએ પણ અડધી સદી ફટકારી, 90 બોલમાં 67 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા આ મેચમાં શ્રીલંકા માટે 378 રનનો ટાર્ગેટ રાખવામાં સફળ રહી. જવાબમાં, શ્રીલંકા 311 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: