ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026ની શરૂઆત રોમાંચક રીતે થઈ છે. ક્રિકેટ ફેન્સ આ ઐતિહાસિક ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં વર્ષની સૌથી મોટી અને સૌથી હાઈ-વોલ્ટેજ મેચ જોશે, જ્યાં ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ તેમના કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે.
બંને ટીમો 14 જૂન, 2026ના રોજ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ બ્લોકબસ્ટર મેચ સાથે તેમના અભિયાનની શરૂઆત કરશે. પરંતુ આ ટક્કર પહેલા પાકિસ્તાની ટીમ માટે કેટલાક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે.
પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો
ભારત સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા શનિવારે બપોરે પાકિસ્તાન ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન એક મોટો ઝટકો લાગ્યો. પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના નેટ્સમાં બોલિંગ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. જ્યારે ફાતિમા બોલિંગ કરી રહી હતી, ત્યારે તેની સામે બેટિંગ કરી રહેલી આયેશા ઝફરે ખૂબ જ ઝડપી અને સીધો શોટ રમ્યો. ફાતિમા પોતાનો બચાવ કરી શકી નહીં, અને બોલ તેના જમણા પગમાં ઘૂંટણની નીચે વાગ્યો. બોલ વાગેતાં ફાતિમાને સ્પષ્ટપણે દુખાવો થયો હતો.
ઈજા એટલી ગંભીર હતી કે ટીમના સપોર્ટ સ્ટાફને મેદાનમાં દોડી જવું પડ્યું. ફાતિમાની હાલત જોઈને તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવામાં આવી. આ ઘટના બાદ તે સમગ્ર પ્રેક્ટિસ સેશન માટે મેદાનમાં પરત ફરી શકી નહીં. ભારત સામેની તેમની સૌથી મોટી મેચ પહેલા કેપ્ટનની ઈજા પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. પરંતુ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે હજુ સુધી તેમના કેપ્ટનની ફિટનેસ અને ઈજા અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી. એ જોવાનું બાકી છે કે ફાતિમા સના રવિવારે ભારત સામે મેદાનમાં ઉતરી શકશે કે નહીં.
ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
ભારત અને પાકિસ્તાનની વિમેન્સ ટીમો વચ્ચેનો આ બ્લોકબસ્ટર મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. વિમેન્સ T20 વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે આ નવમી મેચ હશે. અગાઉની 8 મેચોમાં ભારતે પાકિસ્તાનને 6 વાર હરાવ્યું છે. આ દરમિયાન પાકિસ્તાન ફક્ત 2 વાર જીત્યું છે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા