ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડકપ 2026ની ગ્રુપ A ની ત્રીજી મેચ સાઉથ આફ્રિકા સામે માન્ચેસ્ટર સ્ટેડિયમમાં રમી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ કરવા માટે આવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી.
હરમનપ્રીત કૌર હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ઈતિહાસમાં 200 મેચ રમનારી પ્રથમ મહિલા કે પુરુષ ખેલાડી બની ગઈ છે. આ મહત્વપૂર્ણ મેચમાં ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની કેપ્ટને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
હરમનપ્રીત 200 T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર પ્રથમ ખેલાડી બની
હરમનપ્રીત કૌરનો T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ઈતિહાસમાં એક નોંધપાત્ર રેકોર્ડ છે, જેના કારણે તે આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે સતત મુખ્ય ખેલાડી રહી છે. હરમનપ્રીત કૌર પોતાનો 10મો T20 ઈન્ટરનેશનલ વર્લ્ડકપ રમી રહી છે, તે સાઉથ આફ્રિકા સામેની મેચમાં ટોસ કરવા માટે મેદાનમાં આવી, જે તેની કરિયરની 200મી મેચ હતી.
આ પહેલા કોઈ પણ ખેલાડી પુરુષ અને મહિલા બંને, 200 T20 ઈન્ટરનેશનલ મેચ રમી શક્યા ન હતા. હરમનપ્રીત કૌર પછી ન્યુઝીલેન્ડની મહિલા ટીમની ખેલાડી સુઝી બેટ્સ 184 T20 ઈન્ટરનેશનલ મેચ સાથે લિસ્ટમાં બીજા નંબરે છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગે પુરુષોની T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ મેચ રમી છે.
સૌથી વધુ T20I મેચ રમનારા ખેલાડીઓ (પુરુષો અને મહિલા)
હરમનપ્રીત કૌર (ભારત) - 200 T20I મેચ
સુઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ) - 184 T20I મેચ
પોલ સ્ટર્લિંગ (આયર્લેન્ડ) - 163 T20I મેચ
રોહિત શર્મા (ભારત) - 159 T20I મેચ
જ્યોર્જ ડોકરેલ (આયર્લેન્ડ) - 157 T20I મેચ
હરમન મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 200 મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરનારી બીજી ખેલાડી બની
હરમનપ્રીત કૌરે હવે મહિલા T20I ક્રિકેટમાં પોતાના નામે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. હરમનપ્રીત 200 T20I મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરનારી માત્ર બીજી ખેલાડી છે. આ પહેલા આ સિદ્ધિ ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ ખેલાડી ચાર્લોટ એડવર્ડ્સે મેળવી હતી, જેણે 200થી વધુ ઈન્ટરનેશનલ મેચોમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમની કેપ્ટનશીપ કરી હતી.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા