ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026માં ભારતીય ટીમ ગ્રુપ Aમાં પાકિસ્તાની ટીમ સામે એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે પોતાની પહેલી મેચ રમી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ભારતીય ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવવામાં સફળ રહી હતી. 


આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌરની 35 બોલમાં 36 રનની ઈનિંગ જોવા મળી હતી, જેના કારણે તે હવે ભૂતપૂર્વ કેપ્ટન અને ઉત્તમ બેટ્સમેન મિતાલી રાજને પાછળ છોડીને T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે.

હરમનપ્રીત કૌરના નામે હવે 750 થી વધુ રન

વિમેન્સ T20 વર્લ્ડકપના અત્યાર સુધીના તમામ સીઝનમાં ભાગ લઈ ચૂકેલી વર્તમાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનો ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ રેકોર્ડ છે. હરમનપ્રીત કૌરે વિમેન્સ T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી કુલ 40 મેચ રમી છે, જેમાં તેને 34 ઈનિંગમાં બેટિંગ કરતી વખતે 25.4 ની એવરેજથી કુલ 762 રન બનાવ્યા છે.

આ સમયગાળા દરમિયાન હરમનપ્રીત કૌરે 1 સદી અને 4 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 111.73 જોવા મળે છે. આ દરમિયાન ભૂતપૂર્વ ખેલાડી મિતાલી રાજ, જે હવે આ લિસ્ટમાં બીજા નંબરે પહોંચી ગઈ છે, તેણે વિમેન્સ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં કુલ 24 મેચ રમીને 40.33 ની એવરેજથી 726 રન બનાવ્યા હતા.

વિમેન્સ T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી

હરમનપ્રીત કૌર - 762 રન

મિતાલી રાજ - 726 રન

સ્મૃતિ મંધાના - 592 રન

જેમીમાહ રોડ્રિગ્ઝ - 408 રન

પૂનમ રાઉત - 375 રન

હરમનપ્રીત-મંધાનાને પચાસથી વધુની ઈનિંગમાં મિતાલીને પાછળ છોડી દેવાની તક

T20 વર્લ્ડકપના ઈતિહાસમાં હરમનપ્રીત કૌરના નામે 5 પચાસથી વધુ ઈનિંગનો રેકોર્ડ છે, જે રેકોર્ડ તેણે મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના સાથે સંયુક્ત રીતે ધરાવે છે. આ વર્લ્ડકપમાં બંને ખેલાડીઓ પાસે આ સંદર્ભમાં મિતાલી રાજને પાછળ છોડીને નંબર 1 સ્થાન મેળવવાની સારી તક છે. પાકિસ્તાની મહિલા ટીમ સામેની મેચમાં સ્મૃતિ મંધાનાનું બેટિંગ પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી હતું, જ્યાં તેણે 44 બોલમાં 68 રન બનાવીને હરમનપ્રીત અને મિતાલીની બરાબરી કરી હતી.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: