ભારતીય ટીમ ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026માં પાકિસ્તાન સામે ગ્રુપ A મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 


આ દરમિયાન હરમનપ્રીતે આ મેચમાં મેદાનમાં ઉતરીને એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો છે, જેમાં રોહિત શર્માને પાછળ છોડી દીધો છે અને વિમેન્સ T20 વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ રમનારી ભારતીય ખેલાડી બની છે.

હરમનપ્રીત કૌર પોતાનો 10મો T20 વર્લ્ડકપ રમી રહી છે

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે અત્યાર સુધી આ જવાબદારી સાથે મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું છે. હરમનપ્રીત કૌર તેની પ્રથમ સીઝનથી વિમેન્સ T20 વર્લ્ડકપમાં ભાગ લઈ રહી છે, જેમાં આ તેના કરિયરની 10મો T20 વર્લ્ડકપ છે. 


આ પહેલા તે ભારત માટે સૌથી વધુ T20 વર્લ્ડકપમાં ભાગ લેવાના સંદર્ભમાં રોહિત શર્મા સાથે 9-9 પર બરાબર હતી, જેમાં તેણે હવે તેને પાછળ છોડીને નંબર-1 સ્થાન પર કબજો કરી લીધો છે. રોહિત શર્મા વિશે વાત કરીએ તો તે 2007માં પ્રથમ T20 વર્લ્ડકપથી લઈને 2024 સુધીના તમામ 9 T20 વર્લ્ડકપમાં રમી ચૂક્યો છે, ત્યારબાદ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટના આ ફોર્મેટને અલવિદા કહ્યું.

ટીમ ઈન્ડિયાએ 2022 પછી ઈંગ્લેન્ડમાં પહેલો ટોસ જીત્યો

જ્યારે ભારતીય ટીમે પાકિસ્તાની મહિલા ટીમ સામેની મેચમાં ટોસ જીત્યો, ત્યારે 2022 પછી આ પહેલી T20 મેચ છે જેમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં કોઈ મેચમાં ટોસ જીત્યો છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ આ મેચ સાથે T20 ઈન્ટરનેશનલમાં સતત 8 ટોસ હારવાનો સિલસિલો પણ સમાપ્ત કર્યો છે.

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર હવે T20 વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓમાં ચોથા નંબરે પહોંચી ગઈ છે, તેને સોફી ડિવાઈનને પાછળ છોડી દીધી છે, જેમાં તે પોતાની 40મી મેચ રમી રહી છે. આ લિસ્ટમાં ટોચ પર ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીનું નામ છે, જેને મહિલા T20 વર્લ્ડકપમાં કુલ 48 મેચ રમી છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: