ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે ગ્રુપ સ્ટેજ મેચમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. આ સતત બીજી વખત છે જ્યારે ભારતીય ટીમ T20 વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. 


આ હાર બાદ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ સવાલો ઉભા થવા લાગ્યા છે. હવે બધાના મનમાં સવાલ એ છે કે શું T20 વર્લ્ડકપમાં શરમજનક પ્રદર્શન બાદ હરમનપ્રીત પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ જશે? ઓસ્ટ્રેલિયા સામેની મેચ બાદ ભારતીય વિમેન્સ ટીમના હેડ કોચ અમોલ મુઝુમદારને પણ આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.

હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ વિશે અમોલ મઝુમદારે શું કહ્યું?

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં બોલતા કોચ અમોલ મઝુમદારે હરમનપ્રીત કૌરને સપોર્ટ આપ્યો. તેમને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે હરમનપ્રીત તમામ ફોર્મેટમાં ભારતીય વિમેન્સ ટીમની કેપ્ટન તરીકે રહે. પરંતુ તેમને એ પણ સ્પષ્ટ કર્યું કે અંતિમ નિર્ણય સિલેક્ટર્સનો છે. અમોલ મઝુમદારે કહ્યું કે કેપ્ટન કોણ હશે તે નક્કી કરવાનું કામ સિલેક્ટર્સનું છે. "પરંતુ જો તમને મારો ટૂંકો અને સરળ જવાબ જોઈતો હોય, તો હા, હું ઈચ્છું છું કે તે કેપ્ટન બને." 

T20 વર્લ્ડકપ 2026માં હરમનપ્રીત કૌરનું પ્રદર્શન કેવું રહ્યું?

T20 વર્લ્ડકપ 2026માં બેટ્સમેન તરીકે હરમનપ્રીત કૌરનું પ્રદર્શન પણ મિશ્ર રહ્યું. તેણે 5 મેચમાં બેટિંગ કરી, 5 ઈનિંગમાં 141 રન બનાવ્યા. તેની એવરેજ 35.25 હતી અને તેણે આ બધા રન 131.77 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા. તે ટુર્નામેન્ટમાં 1 અડધી સદી ફટકારવામાં સફળ રહી. તેનો હાઈએસ્ટ સ્કોર 56 હતો, જે તેણે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં બનાવ્યો હતો.

ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં ફક્ત 3 મેચ જીતી શકી

આ T20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમ ગ્રુપ Aનો ભાગ હતી. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી, જેમાં 64 રનથી જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ પોતાની આગામી મેચ નેધરલેન્ડ સામે રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 95 રનથી જીત મેળવી હતી.

આ વર્લ્ડકપમાં ભારતીય ટીમની પહેલી હાર સાઉથ આફ્રિકા સામે થઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું હતું. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા 5 મેચમાં 3 જીત અને 6 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે રહી હતી.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા


  • Follow us on: