ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 21 વર્ષની સ્પિન બોલર શ્રી ચરણીએ ઈતિહાસ રચ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યાના માત્ર 1 વર્ષમાં જ તે વિશ્વની નંબર 1 T20 બોલર બની ગઈ છે. શ્રી ચરણીના હાલમાં 753 રેટિંગ પોઈન્ટ છે. શ્રી ચરણીએ ગયા વર્ષે 28 જૂને પોતાની પહેલી T20 મેચ રમી હતી. 


ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વિમેન્સ T20 વર્લ્ડકપ 2026માં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જ્યાં તેણે માત્ર 3 મેચમાં 10 વિકેટ લીધી છે. વર્લ્ડકપમાં તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો હવે તેને ICC રેન્કિંગમાં મળ્યો છે.

ICC રેન્કિંગમાં ઈંગ્લેન્ડની બોલરને 4 પોઈન્ટનો થયો ફાયદો

નવા ICC રેન્કિંગમાં ભારતની શ્રી ચરણીએ ઈંગ્લેન્ડની લિન્સી સ્મિથને પાછળ છોડીને નંબર વન સ્થાન મેળવ્યું છે. શ્રી ચરણી હાલમાં 753 પોઈન્ટ સાથે ટોપના સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડની ચાર્લી ડીન, 3 મેચમાં 5 વિકેટ લીધા પછી, 733 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. 


ઈંગ્લેન્ડની લિન્સી સ્મિથ હવે 726 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે સરકી ગઈ છે, અને તેની સાથી સોફી એક્લેસ્ટોન 4 સ્થાન આગળ વધીને ચોથા નંબરે પહોંચી ગઈ છે. બોલરોના આ લિસ્ટમાં અન્ય ટીમોના ખેલાડીઓને પણ ફાયદો થયો છે. વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુસ 11મા, ઓસ્ટ્રેલિયાની કિમ ગાર્થ 20મા, પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના 25મા અને આયર્લેન્ડની ઓર્લા પ્રેન્ડરગાસ્ટ 26મા નંબરે પહોંચી ગઈ છે.

શેફાલી વર્મા અને હરમનપ્રીત સિંહે બેટિંગ રેન્કિંગમાં સુધારો 

ICCના નવા રેન્કિંગ મુજબ વિમેન્સ T20 બેટરના લિસ્ટમાં નંબર 1 સ્થાન પર કોઈ મોટો ફેરફાર થયો નથી. ઓસ્ટ્રેલિયન ઓપનર જ્યોર્જિયા વોલ નંબર વન બેટ્સમેન યથાવત છે, જ્યારે તેની સાથી બેથ મૂની એક સ્થાન ઉપર આવીને બીજા નંબર પર પહોંચી ગઈ છે. 

ભારતીય ટીમની વાત કરીએ તો યુવા ઓપનર શેફાલી વર્મા એક સ્થાન ઉપર આવીને છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. કેપ્ટન હરમનપ્રીત કૌર એક સ્થાન ઉપર આવીને 10મા નંબર પર પહોંચી ગઈ છે. આ સિવાય ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈન 11મા, આયર્લેન્ડની ઓર્લા પ્રેન્ડરગાસ્ટ 13મા અને બાંગ્લાદેશની નિગાર સુલ્તાના જોટી 20મા સ્થાને પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા


  • Follow us on: