ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 માં ભારતીય ટીમ હેડિંગ્લી ખાતે નેધરલેન્ડની મહિલા ટીમ સામે ગ્રુપ A માં પોતાની બીજી મેચ રમી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 209 રન બનાવ્યા હતા. 


ફિલ્ડિંગ દરમિયાન ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો જ્યારે શ્રેયંકા પાટિલ પોતાની જ બોલિંગ સામે ફિલ્ડિંગ કરતી વખતે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવી હતી. શ્રેયંકાની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો ગણી શકાય કારણ કે તેને છેલ્લા એક વર્ષમાં પોતાની બોલિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

BCCI દ્વારા જાહેર કરાયેલ અપડેટ

નેધરલેન્ડ્સ મહિલા ટીમ સામેની મેચમાં શ્રેયંકા પાટિલને છઠ્ઠી ઓવર બોલિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં પહેલા બોલ પર નેધરલેન્ડ્સની બેટ્સમેન ફોબીએ મિડવિકેટ તરફ શોટ માર્યો હતો, જેને ફિલ્ડિંગ કરવા માટે શ્રેયંકા પહેલા દોડી ગઈ હતી અને જ્યારે તે બોલ પકડી રહી હતી, ત્યારે તેનો પગનો ઘૂંટણ વળી ગયો હતો.


જેના પછી શ્રેયંકા પાટિલ ખૂબ જ પીડામાં હોય તેવું લાગતું હતું અને ઊભી પણ રહી શકતી ન હતી. શ્રેયંકાની હાલત જોઈને તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવી હતી. BCCIએ શ્રેયંકાની હાલત વિશે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે જેમાં તેને તેના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.


ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપમાં પોતાનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો

ભારતીય મહિલા ટીમે નેધરલેન્ડ્સ સામે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું, વિમેન્સ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં તેમનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. આ પહેલી વાર છે જ્યારે ટીમ ઈન્ડિયાએ વિમેન્સ T20 વર્લ્ડકપ મેચમાં 200 રનનો આંકડો પાર કર્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ અડધી સદી ફટકારી અને પ્રથમ વિકેટ માટે 115 રનની જંગી ઓપનિંગ પાર્ટનરશીપ કરી.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: