ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026ની શરૂઆત પહેલા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય સ્મૃતિ મંધાનાનું ફોર્મ હતું, જે છેલ્લા કેટલાક મેચોમાં મોટી ઈનિંગ રમી શકી ન હતી. ટુર્નામેન્ટની શરૂઆત સાથે સ્મૃતિ મંધાનાએ પ્રથમ બે મેચમાં પોતાના પ્રદર્શનથી બધાની ચિંતાઓ દૂર કરી દીધી છે, જેમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે તેને અડધી સદી ફટકારી હતી.


સ્મૃતિ મંધાનાએ બીજી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે જેમાં તે હવે વિમેન્સ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ પચાસથી વધુ રનની ઈનિંગ રમનારી ભારતની ખેલાડી બની ગઈ છે, જેમાં સ્મૃતિ મંધાનાએ હરમનપ્રીત કૌર અને મિતાલી રાજને પાછળ છોડી દીધા છે.

સ્મૃતિ મંધાનાએ તેની છઠ્ઠી 50+ ઈનિંગ રમી

નેધરલેન્ડ્સ વિમેન્સ ટીમ સામેની T20 વર્લ્ડકપ મેચમાં સ્મૃતિ મંધાનાએ શેફાલી વર્મા સાથે પ્રથમ વિકેટ માટે 115 રનની જંગી પાર્ટનરશીપ કરી હતી. તેણે 47 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગા સહિત 74 રનની શાનદાર ઈનિંગ પણ રમી હતી.


વિમેન્સ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં આ સ્મૃતિ મંધાનાની છઠ્ઠી પચાસ-પ્લસ ઈનિંગ હતી, જેને હરમનપ્રીત કૌર અને મિતાલી રાજને પાછળ છોડી દીધા હતા, બંનેએ 5 વખત પચાસ-પ્લસ ઈનિંગ રમી છે. વિમેન્સ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ 50+ ઈનિંગ રમનાર ખેલાડીઓના લિસ્ટમાં સ્મૃતિ મંધાના પણ ત્રીજા નંબરે છે. સુઝી બેટ્સ આ લિસ્ટમાં પ્રથમ છે, જેણે ટુર્નામેન્ટના ઈતિહાસમાં કુલ 8 50+ ઈનિંગ રમી છે.

T20I મેચોમાં 600 ચોગ્ગા ફટકારનાર પહેલી મહિલા ખેલાડી બની

સ્મૃતિ મંધાનાએ નેધરલેન્ડ્સ સામેની મેચમાં કુલ 11 ચોગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે તે T20I ક્રિકેટના ઈતિહાસમાં 600 કે તેથી વધુ ચોગ્ગા મારનારી પ્રથમ ખેલાડી બની હતી. સ્મૃતિ મંધાનાએ 168 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 30.44 ની એવરેજથી 4475 રન બનાવ્યા છે, જેમાં તેને 604 ચોગ્ગા ફટકાર્યા છે.

સ્મૃતિ મંધાના પછી સુઝી બેટ્સ આ લિસ્ટમાં બીજા નંબરે છે, જેણે કુલ 521 ચોગ્ગા ફટકાર્યા છે. પુરુષોની T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ ચોગ્ગા મારવાના સંદર્ભમાં ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે, જેણે કુલ 477 ચોગ્ગા ફટકાર્યા છે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: