મહિલા T20 વર્લ્ડ કપ 2026માં કટ્ટર હરીફ પાકિસ્તાનને 64 રને હરાવીને શાનદાર શરૂઆત કરનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નજર હવે સતત બીજી જીત પર છે.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટના પોતાના બીજા ગ્રુપ મેચમાં નેધરલેન્ડ્સનો સામનો કરશે.લીડ્સના ઐતિહાસિક હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી આ મેચ બંને ટીમો માટે ખાસ અને ઐતિહાસિક બનવાની છે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ મુકાબલો
ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વાર બનશે કે ભારત અને નેધરલેન્ડ્સની મહિલા ટીમો T20 આંતરરાષ્ટ્રીય મેચમાં એકબીજાનો સામનો કરશે. બંને ટીમો આ પહેલા ક્યારેય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં આમને-સામને આવી નથી, જેના કારણે ફેન્સમાં આ મેચને લઈને એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
26 વર્ષ બાદ ફરી ટકરાશે
બંને ટીમો ભલે પહેલીવાર T20 મેચ રમી રહી હોયપરંતુ વનડે (ODI)ક્રિકેટમાં તેમનો ઇતિહાસ ઘણો જૂનો છે.ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 3 વનડે મેચ રમાઈ છે.અને ભારતીય ટીમે આ ત્રણેય મેચોમાં એકતરફી જીત મેળવી છે.રસપ્રદ વાત એ છે કે છેલ્લા 26 વર્ષથી બંને ટીમો વચ્ચે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી.આ લાંબા અંતરાલ બાદ બંને ટીમો આંતરરાષ્ટ્રીય મંચ પર ટકરાશે.
ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
આ T20 વર્લ્ડ કપ નેધરલેન્ડ્સની મહિલા ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ખાસ છે, કારણ કે તેઓ આ મેગા ઇવેન્ટમાં પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે. જોકે, તેમની શરૂઆત ખરાબ રહી હતી અને તેઓ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ હારી ગયા હતા. પોતાની પ્રથમ જીતની શોધમાં રહેલી ડચ ટીમ સામે હવે મજબૂત ભારતનો મોટો પડકાર છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયા સેમિફાઇનલનો માર્ગ સરળ કરવા માટે આ મેચ જીતવા પૂરી તાકાત લગાવશે, જ્યારે નેધરલેન્ડ્સ મોટો અપસેટ સર્જવાનો પ્રયાસ કરશે.
સ્મૃતિ મંધાના પાસે બાબર આઝમને પાછળ છોડી દેવાની તક
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સના નામે છે. કિવી દિગ્ગજ ખેલાડીએ 4720 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો બાબર આઝમ બીજા નંબરે છે. બાબર આઝમના નામે પુરુષોની T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ છે, તેને અત્યાર સુધીમાં 4596 રન બનાવ્યા છે.
આ પણ વાંચો - Deepti Sharma ઈતિહાસ રચવાથી માત્ર 2 વિકેટ દૂર, નેધરલેન્ડ્સ સામે બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ