બનાસકાંઠા જિલ્લાના થરા શહેરમાંથી એક અત્યંત કરુણ અને માનવતાને લજવતી ઘટના સામે આવી છે. થરાના રામવાડી વિસ્તારમાં એક કચરાના ઢગલામાંથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત એવી છે કે, સવારના સમયે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કચરાના ઢગલામાંથી બાળકના રડવાનો અવાજસંભળાયો હતો. નજીક જઈને તપાસ કરતા કચરા વચ્ચે પડેલા માસૂમ બાળકને જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તરત જ આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.


રામવાડીમાં સનસનાટી

ઘટનાની જાણ થતા જ થરા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે માસૂમ નવજાતને કચરામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ બાળકની તબિયત સ્થિર છે. ફૂલ જેવા માસૂમ બાળકને આ રીતે કચરામાં ત્યજી દેનાર પાષાણ હૃદયના માતા-પિતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ હોસ્પિટલના રેકોર્ડ તપાસી બાળકને તરછોડી જનારની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, RPF જવાન બન્યો દેવદૂત

  • Follow us on: