અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ ચાણકયપુરી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, ફરિયાદી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, પોલીસે ગુનો પણ નોંધ્યો છે.


અમદાવાદના ચાણક્યપુરીમાં બે રાઉન્ડ ફાયરિંગ

પ્રેમ પ્રેકરણમાં આરોપીઓએ ફાયરિંગ કર્યુ છે અને જાહેર રોડ પર આ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, ફરિયાદી ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે અને આરોપીઓએ ફરિયાદીને માર મારી ફાયરિંગ કર્યુ છે, આરોપીઓને ઝડપવા સોલા પોલીસની ટીમ તપાસ કરી રહી છે, આરોપીઓ ઝડપાય ત્યારબાદ બીજા ખુલાસા થઈ શકે છે. પોલીસે ફરિયાદીની ફરિયાદ લીધી છે અને નિવેદન પણ લીધું છે, જે આરોપીઓએ ફાયરિંગ કર્યુ છે તેમની પાસે લાયસન્સ વાળી પિસ્તલ હતી કે ગેરકાયદે હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.


Railway News : મહેસાણા–જગુદણ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ


 

  • Follow us on: