સોશિયલ મિડીયા પ્લેટફોર્મ, વિજ્ઞાપનો, સામાજિક સંગઠન તેમજ અલગ-અલગ જન સમુદાયનાં માધ્યમથી મળેલી વિગતો મુજબ રાજ્યમાં સગીર/યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.
ગોગો કોન પાનના ગલ્લા પર પણ મળી આવે છે
તે પદાર્થની અંદર ટાઇટેનીયમ ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય, કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ ક્રોન, પર્ફેકટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચૂરણ કરીયાણાની દુકાનો તથા ચાની દુકાનો વિગેરે ઉપર સરળતાથી ઉપલબ્ધ થઈ રહેલ છે. જેના પરિણામ સ્વરૂપ યુવા વર્ગમાં નશો કરવાની વૃત્તિમાં વધારો થયેલ છે.
3 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત
રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો, ગોડાઉનો વિગેરેમાં સગ્રહ તથા વેચાણ ન થાય તે સારુ ગુજરાત સરકારના ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા જાહેરનામા અનુસંધાને મે ચાંગોદર પોલીસ સ્ટેશન સર્વેલંસ સ્ટાફ ના માણસોને પો.સ્ટે વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ જેના ફળ સ્વરૂપે ચાચરાવાડી વાસણા ગામની સિમમાં આવેલ અસ્વીકા-૪ વાળા વેર હાઉસના બ્લીન્કીટ ગોડાઉનમાં કેટલોક રોલીંગ પેપર, તેમજ ગોગો સ્મોકીંગ કોર્ન જેવી વસ્તુ રાખી સંગ્રહ કરી અને લોકલ છૂટક વેચાણ કરે જે રેડ દરમ્યાન કુલ્લે કિ.રૂ.૩,૨૬,૪૨૦/-ના મતાના મુદ્દામાલ સાથે મળી આવતા તેના વિરુધ્ધ ધી બી.એન.એસ કલમ-૨૨૩ મુજબ ગુનો દાખલ કરેલ છે
પકડેલ મુદામાલ
રોલીંગ પેપર (સ્ટ્રીપ),ગોગો સ્મોકીંગ કોન તેમજ હુક્કા, કોલસા, ફોઇલ, ચીપીયા, હુક્કા ફ્લેવર જેવી વસ્તુઓનું મુદ્દામાલ સાથે આરોપી કેતનકુમાર ઠાકોરપ્રસાદ ભટનાગર રહેહાલ-એ/૧૦૧, ઓમકાર પરિસર, ટી.પી-૪૪ ચાંદખેડા અમદાવાદ શહેર મુળરહે, જીતેંદ્રનિવાસ પટેલ સોસાયટી પાસે, પીજ રોડ નડીયાદ જી-ખેડા.
આ પણ વાંચો : Railway News : આજે અમદાવાદથી-ઉદેયપુર વચ્ચેની વંદે ભારત ટ્રેનની થશે શરૂઆત, મેયર અને સાંસદ ટ્રેનને આપશે લીલીઝંડી