અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બિલાસીયા ગામની સીમમાંથી મળી આવેલા મૃતદેહના મામલે કણભા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ દ્વારા આ હત્યાના ગુનામાં મૂળ રાજસ્થાનના ચંદુલાલ પટેલ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
બિલાસીયા હત્યાકાંડની મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા બિલાસીયા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરૂષની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતી. મૃતકના મોઢા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા ઝીંકવામાં આવ્યા હતા, જે દર્શાવતું હતું કે, આ એક ક્રૂર અને ઘાતકી હત્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કણભા પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.













