અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન એક યુવકને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લીધો છે. ફૈઝલનગર પાસે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા ફૈઝાન ઉર્ફે નાનુ કુરેશી નામના શખ્સની ઝડતી લેતા તેની પાસેથી ઘાતક હથિયાર મળી આવ્યું હતું.
હથિયાર અને કારતૂસ જપ્ત
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ફૈઝાન પાસેથી એક પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ મળી આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ હથિયારનો જથ્થો કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે. ધોળા દિવસે જાહેર વિસ્તારમાંથી હથિયાર મળી આવતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.













