અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા માટે એક્શન મોડમાં આવેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વટવા વિસ્તારમાંથી હથિયારોના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને આરોપી પાસેથી ઘાતક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.


બીબી તળાવ પાસે પકડાયો આરોપી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેર વટવા વિસ્તારમાં આવેલા બીબી તળાવ પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયારો સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને યુસુફ ઉર્ફે મામા હસન પટેલ નામના શખ્સને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

હથિયારોનો જથ્થો જપ્ત કરાયો

પોલીસે જ્યારે યુસુફ ઉર્ફે મામાની તલાશી લીધી ત્યારે તેની પાસેથી 02 નંગ ઘાતક પિસ્તોલ અને 04 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે હથિયારો અને કારતૂસ કબ્જે કરી આરોપીની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી છે.

વધુ તપાસ તેજ

આરોપી આ હથિયારો ક્યાંથી લાવ્યો હતો? તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવાનો હતો કે પછી તે અન્ય કોઈને સપ્લાય કરવાનો હતો? તે દિશામાં ક્રાઈમ બ્રાંચે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. યુસુફ ઉર્ફે મામાનો ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Weather News : હવામાન વિભાગની આગાહી, પવનોની દિશા બદલાતા રાજ્યમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી વધશે


  • Follow us on: