અમદાવાદના વેજલપુર વિસ્તારમાં હિપ્નોટાઈઝ કરીને દાગીના પડાવતા એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ઝોન 7 એલસીબીએ આ ગુનામાં સુનિલ નાથ મદારીની ધરપકડ કરી છે.
વૃદ્ધાને ભૂવા તરીકે ઓળખ આપી 1 લાખ રૂપિયાના દાગીના પડાવ્યા
અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી રસ્તો પૂછવાના બહાને વૃદ્ધાને ભૂવા તરીકે ઓળખ આપી 1 લાખ રૂપિયાના દાગીના પડાવ્યા હતા. પોલીસે ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી.













